logo

મુરલીધર દાદાની અસીમ કૃપાથી પચ્છેગામ મુકામે (તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં શ્રી મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત

વલભીપુર તાલુકાના પચ્છેગામમાં તા.22મીથી 28 સુધી વિવિધ કાર્યક્રમો સાથે ત્રિવેણી મહોત્સવનું આયોજન

રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથા, મહાવિષ્ણુયાગ




વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આવેલ મુરલીધરજી મહારાજના નવ નિર્માણ પામેલ ભવ્ય મંદિરમાં નિજ પ્રવેશોત્સવ નિમિત્તે રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી) ના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. કથાનો શુભારંભ તા.22-2-26 નાં થશે અને કથાનું સમાપન તા.28.2.26નાં થશે કથાનો સમય સવારે 9 કલાકથી બપારે

1કલાક સુધી રહેશે. આ પાવનકારી કથાની સાથો સાથ સંતશ્રી લાલબાપુ(ગધેવડ)ની પ્રેરણા અને ઉપસ્થિત વચ્ચે 551 કુંડી મહાવિષ્ણુ

યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞનો શુભારંભ તા.26.2.26ને ગુરૂવારે અને પૂર્ણાહુતિ તા.1.3.26 ને રવિવારના થશે.

ભગવાન મુરલીધરજી સમગ્ર ગોહિલવાડના ક્ષત્રિય સમાજ ગોહિલકુળના ઈષ્ટદેવ હોય આસ્થાનું કેન્દ્ર છે. મુરલીધરજીનો ઈતિહાસ અને દંત કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલી આ મૂર્તિ છે અને મહાભારત સમય સાથે જોડાયેલી છે. 551 કુંડી વિષ્ણુયજ્ઞ

પ.પૂ.સંતશ્રી લાલબાપુ(ગધેવડ) ની પ્રેરણાથી અને વ્યસન મુકિતના ભાગ સ્વરૂપે જે વ્યકિત તમાકુ છોડશે તેને 551 ગાયત્રી મંત્રનુ પૂણ્ય અને તેમજ દારૂનું વ્યસન છોડનારને 1100 ગાયત્રી મંત્રનું પૂણ્ય અર્પણ કરાશે.

વલભીપુર શહેર સહિત તાલુકાના 54 ગામડાઓનો ગામ ધુમાડો બંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

60
8713 views