logo

આજે સવારે ફતેપુરા અને સુખસર તાલુકામાં કમોસમી વરસાદ

👉🏻આજે સવારે ફતેપુરા અને સુખસર તાલુકામાં કમોસમી વરસાદ
દાહોદ | સવારે:
આજે વહેલી સવારે ફતેપુરા અને સુખસર તાલુકાના વિવિધ વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ પડતાં લોકોમાં આશ્ચર્ય અને ચિંતા જોવા મળી હતી. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ હળવા થી મધ્યમ વરસાદના ઝાપટાં વરસ્યા હતા.
કેટલાક ગામોમાં રસ્તાઓ ભીંજાયા હતા તેમજ ખેતરોમાં ઉભા પાકને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા અને શાકભાજીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, સવારે કામે જતાં લોકોને વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
➡️હવામાનમાં અચાનક આવેલા ફેરફારને કારણે આગામી કેટલાક કલાકો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે પાકના રક્ષણ માટે જરૂરી તકેદારી રાખે.
Ripot➡️Aima media Hemant damor

5
246 views