logo

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ચોર્યાસી તાલુકાના સુંવાલી ગામે વિકાસના એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું સફળ પૂર્ણતા સાથે લોકાર્પણ થયું.

કાલુવાડાથી જેટ્ટી રોડને જોડતો માર્ગ તેમજ છગનભાઈ હીરાભાઈના નિવાસ સ્થાનેથી કાલુવાડા સુધીનો રસ્તો અંદાજિત ₹૫૨૮ લાખથી વધુના ખર્ચે સાકાર કરવામાં આવ્યો છે. આ માર્ગ વિકાસથી સ્થાનિક નાગરિકોને સુગમ વાહન વ્યવહાર, સુરક્ષિત અવરજવર અને વિસ્તારના સર્વાંગી વિકાસમાં નવી દિશા મળશે.

જિલ્લા અને તાલુકાના પ્રતિનિધિશ્રીઓએ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી C. R. Patil સાહેબના માર્ગદર્શન હેઠળ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું.

આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ, સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ તડવી, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મયુરીબેન ગાઈન, ચોર્યાસી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ, મહામંત્રી શ્રી રમેશભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, સુરત જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી કિશનભાઈ પટેલ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ હોદ્દેદારશ્રીઓ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

આ વિકાસ કાર્ય વિસ્તારના પ્રગતિપથ પર એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે.

2
0 views