logo

વાંઝ ગામે મહા શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી, કમળોથી રચાયેલ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર

વાંઝ ગામે મહા શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી, કમળોથી રચાયેલ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર
અશોક પટેલ
દિનાંક: 15/02/2026
સમય: રાત્રે 11:55
વાંઝ (ચોર્યાસી), Surat
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઐતિહાસિક વાંઝ ગામે મહા શિવરાત્રીનો પાવન તહેવાર પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો. ગામના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જાણીતા શ્રીરામજી મંદિર વિસ્તાર સ્થિત મહાદેવજી મંદિરે ભક્તોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ.
આ વર્ષે ખાસ આકર્ષણ રૂપે ધીના કમળોથી ભવ્ય શિવલિંગની અનોખી રચના કરવામાં આવી હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. શિવરાત્રી નિમિત્તે ભક્તોએ નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખી ચારેય પ્રહરની વિશેષ પૂજા-અર્ચના કરી અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું.
મંદિરમાં રાત્રિભર ભજન-કીર્તન, ધાર્મિક કાર્યક્રમો અને આરતીનું આયોજન થયું હતું. યુવાનો તેમજ વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગામની એકતા અને આધ્યાત્મિક ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ રજૂ કર્યું.
વાંઝ ગામમાં ઉજવાયેલો આ ઉત્સવ માત્ર ધાર્મિક પરંપરા પૂરતો સીમિત ન રહી, પરંતુ સામૂહિક સૌહાર્દ અને સાંસ્કૃતિક મૂલ્યોનું જીવંત દર્પણ બની રહ્યો છે.

0
691 views