logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભુજ દશનામ ગોસ્વામી સમાજદ્વારા પ્રેરિત સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું સફળઆયોજન કરવામાં આવ્યું હતું

તા. ૮-૨-૨૦૨૬, રવિવારના રોજ સમસ્ત સનાતન હિન્દુ સમાજ, ભુજ દ્વારા આયોજિત મહાશિવરાત્રિ મહાશોભાયાત્રા અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનું પ્રસ્થાન સવારે ૧૧:૩૦ વાગ્યે ધીંગેશ્વર મહાદેવ મંદિર મહાશિવરાત્રી શોભાયાત્રા સમિતિના કાર્યાલયથી કરવામાં આવ્યું હતું. બાઈક રેલીને પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી મહારાજ (આર્ષ અધ્યયન કેન્દ્ર, માધાપર – ઓધબાગ), સ્વામી શ્રી રામદાસજી (ગણેશનગર) સહિતના સંત મહાત્માઓ તથા અગ્રણી મહેમાનોની પાવન ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજેન્દ્રસિંહજી જાડેજા (પપ્પુભાઈ) ક્ષત્રિય સમાજ અગ્રણી, ધીરુભાઈ ગોસ્વામી દશનામ ગોસ્વામી સમાજ ભુજ, અજીતભાઈ માનસત્તા સામાજિક અગ્રણી, રસીલાબેન પંડ્યા – મનિષાબેન સોલંકી – હીનાબેન ઝાલા (ભુજ નગરપાલિકા કાઉન્સિલરો), નિલેશભાઈ ગોસ્વામી દશનામ ગોસ્વામી સમાજ ભુજ યુવક મંડળ, રાજુભાઈ ભીલ ભીલ સમાજ અગ્રણી, કિર્તીભાઈ ઠક્કર ભુતનાથ ટ્રસ્ટી (ભુરાભાઈ), પ્રવીણભાઈ પુજારા, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી જીતેન્દ્રસિંહ ઝાલા (આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભુતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યશ્રીઓની હાજરીમાં કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં મહાશિવરાત્રિ સમિતિના સભ્યો હરેશભાઈ ઠક્કર, આશિષભાઈ પુરોહિત, ચન્દ્રકાંત જરાદી, નરેશ પરમાર, જગુભાઈ, હરેશ સોલંકી, રાજુભાઈ ચાવડા સહિતના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર જયઘોષ ઉઠાવવામાં આવ્યા હતા. મહાશિવરાત્રિ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભુજની ઉત્સવપ્રિય જનતાએ પણ આ બાઈક રેલીને બહોળી સંખ્યામાં હાજરી આપી સફળ બનાવી હતી.

0
67 views

Comment