ફતેપુરા તાલુકામાં કૃષિ સાધનોનું વિતરણ
કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સાહેબ ના હસ્તે યોજાયો કાર્યક્રમ
ફતેપુરા તાલુકામાં કૃષિ સાધનોનું વિતરણ
કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સાહેબના હસ્તે યોજાયો કાર્યક્રમ
ફતેપુરા તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત કૃષિ સહાય કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ઉપયોગી એવા વિવિધ કૃષિ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી તેમની ઉત્પાદનક્ષમતા વધારવાનો છે. તેમણે ખેતીને નફાકારક વ્યવસાય બનાવવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી.
મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ સ્થળે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કૃષિ સાધનો મળતાં તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.