logo

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

કોબા પ્રાથમિક શાળા ખાતે આજ રોજ માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી,

*આજના દિવસે
ખૂબ જ આનંદમય અને સંસ્કારસભર રીતે કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં માતા-પિતાપ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની ભાવના વિકસે તે હતો. આ પ્રસંગે વસંત પંચમીના પવિત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને સરસ્વતી માતાની પૂજા, જ્ઞાનપ્રાપ્તિ તથા સારા સંસ્કારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજના દિવસે વેલેન્ટાઈન ડેના નામે પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ “પ્રેમ”નો અર્થ સમજાવવામાં આવ્યો. શાળામાં બાળકોને સમજાવાયું કે વેલેન્ટાઈન ડેનો અર્થ માત્ર પ્રેમી-પ્રેમિકા સુધી સીમિત નથી, પરંતુ ભાઈ-ભાઈ, બહેન-બહેન વચ્ચે પણ પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરી શકાય છે. બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યું કે તેઓ પોતાના માતા-પિતાને પગે લાગી આશીર્વાદ લે અને તેમને ફૂલ અથવા ગુલાબ આપી પોતાની લાગણી વ્યક્ત કરે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માતા-પિતાના સન્માન અંગે સંકલ્પ લીધો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું. અંતે બાળકોમાં સંસ્કાર અને સંવેદનશીલતા વધે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.

17
855 views