logo

પુલવામાના વીર શહીદોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ

"હું જલ્દી પાછો આવીશ..." એ છેલ્લો કોલ હતો!
એ વચન તો નિભાવ્યું, પણ ફરક માત્ર એટલો હતો કે,
આવ્યા તો ખરા, પણ પોતાના પગ પર ચાલીને નહીં,
ત્રિરંગામાં વિંટળાઈને... 🇮🇳💔
આજનો દિવસ કોઈના માટે 'પ્રેમનો દિવસ' હશે,
પણ એ ૪૦ પરિવારો માટે આજનો દિવસ ક્યારેય ન રુઝાય એવો ઘા છે.
કોઈની માંગનું સિંદૂર ભુંસાયું, કોઈ બહેનની રાખડીનો રક્ષક ગયો,
તો કોઈ વૃદ્ધ મા-બાપની લાકડી તૂટી ગઈ.
આપણે ચેનથી શ્વાસ લઈ શકીએ, એટલે એમના શ્વાસ થંભી ગયા.
શબ્દો નથી એમના બલિદાનને વર્ણવવા માટે, બસ આંખો છલકાઈ જાય છે.
પુલવામાના એ વીર સપૂતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ. તમારું ઋણ આ દેશ ક્યારેય નહીં ચૂકવી શકે. 🙏
#PulwamaAttack #BlackDay શ્રદ્ધાંજલિ

0
790 views