logo

ગુજરાત / નવસારી : Video/ Navsari BJP continues to witness resignations, three leaders from Jalalpore resign

નવસારી ભાજપમાં રાજીનામાનો સિલસિલો યથાવત, જલાલપોરના ત્રણ આગેવાનોના રાજીનામાનવસારી જિલ્લામાં ભાજપ સંગઠનમાં રાજીનામાનો દોર યથાવત રહ્યો છે. તાજેતરમાં જલાલપોર તાલુકાના બે મહામંત્રીઓ તેમજ જિલ્લા મહિલા મોરચાની મહામંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકા ભાજપ મહામંત્રી કેતનભાઈ રમણભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. સાથે જ જિલ્લા મહિલા મોરચાની મહામંત્રી રોશની પટેલે પણ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો છે. અગાઉ પણ કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાજીનામા આપ્યા બાદ હવે આ ત્રણ આગેવાનોના રાજીનામાથી સંગઠનમાં આંતરિક અસંતોષ હોવાની ચર્ચા થઈ રહી છે.

રાજીનામું આપનાર આગેવાનોનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત બનાવવા જલાલપોર તાલુકાનો મહત્વપૂર્ણ ફાળો હોવા છતાં સંગઠનમાં સતત અવગણના કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપોરના કાર્યકરોને સ્થાન આપવામાં આવતું નથી, જેને લઈને કાર્યકરોમાં નારાજગી છે.
ત્રણે આગેવાનો કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં પોતાના રાજીનામા સોંપીને ત્યાંથી રવાના થયા હતા. આ ઘટનાને પગલે નવસારી ભાજપમાં સંગઠનાત્મક અસંતોષ અને આંતરિક મતભેદોને લઈને રાજકીય ચર્ચાઓ ફરી તેજ બની છે

0
37 views