logo

ગુજરાત / સુરેન્દ્રનગર : Controversy over Thakor Samaj's constitutional assembly, non-implementation of rules

Surendranagar ઠાકોર સમાજની બંધારણ સભાનો ઉદ્દેશ્ય માત્ર દસાડા PIની બદલી..., નિયમો લાગુ નહીં થાય તેવી જાહેરાતસુરેન્દ્રનગર જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા યોજાયેલી બંધારણ સભા બાદ ઘડવામાં આવેલા નિયમોને લઈને વિવાદ ઊભો થયો છે. ઠાકોર સેનાના પ્રમુખ નાગજીભાઈ ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે બંધારણ સભામાં લેવાયેલા નિર્ણયો સમાજની સર્વસંમતિ વિના લાગુ કરવામાં નહીં આવે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં યોજાયેલી આ બંધારણ સભામાં ગેની ઠાકોર, અલ્પેશ ઠાકોર અને ચંદુ સિહોરા સહિતના આગેવાનોની હાજરીમાં કેટલાક નિયમો અને નિર્ણયો ઘડાયા હતા. જોકે બાદમાં સમાજના કેટલાક વર્ગોમાં આ નિયમોને લઈને અસંતોષ જોવા મળ્યો હતો.

આ મુદ્દે ઠાકોર સેનાના પ્રમુખ નાગજીભાઈ ઠાકોરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે બંધારણ સભામાં ઘડાયેલા નિયમો ત્યારે જ અમલમાં મૂકવામાં આવશે જ્યારે સમાજના લોકો તેની મંજૂરી આપશે. સમાજની સ્વીકૃતિ વિના કોઈ નિર્ણય લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે બંધારણ સભાનું આયોજન દસાડા પી.આઈ.ની બદલીના મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે આ સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવ્યો છે અને બંધારણ સભાનો મૂળ ઉદ્દેશ પોલીસ અધિકારીની બદલી સાથે જોડાયેલો હતો.

હાલમાં સમાજના મોટા ભાગે બંધારણ સભામાં ઘડાયેલા નિયમોને સ્વીકાર્યા નથી એવી ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે હવે આગળ શું નિર્ણય લેવાશે તે અંગે સમાજના આગેવાનો અને સંસ્થાઓ વચ્ચે ચર્ચા ચાલુ છે.

3
535 views