logo

ચાણસ્મા કોર્ટે બ્રાહ્મણવાડાના કોન્ટ્રાક્ટરને ચેક રીટર્નના કેસમાં સજા ફટકારી.

ચાણસ્મા કોર્ટે બ્રાહ્મણવાડાના કોન્ટ્રાક્ટરને ચેક રીટર્નના કેસમાં સજા ફટકારી.

પાટણ, 12
અહેવાલ : મિહિર પટેલ, ચાણસ્મા
: 9558900630

ચાણસ્મા મુકામે સાંઈ બિલ્ડીંગ મટીરિયલનો વ્યવસાય કરતા પટેલ ભરતકુમાર માધુભાઈ પાસેથી બ્રાહ્મણવાડા ગામના ચૌધરી હરેશકુમાર પૃથ્વીરાજભાઈએ તા 3/6/2025ના રોજ કોન્ટેક્ટના ધંધા માટે રૂપિયા પંદર લાખની દોઢ માસ માટે હાથઉછીની માંગણી કરતાં, પટેલ ભરતભાઈએ ૧,૫૦,૦૦૦ રોકડા તથા રૂપિયા ૫,૦૦,૦૦૦/- અને ૮,૫૦,૦૦૦/ચૌધરી હરેશ પૃથ્વીરાજને આર.ટી.જી.એસ કરી બેન્ક ખાતામાં કુલ ૧૫,૦૦,૦૦૦/- જમા આપેલા. જે વાયદો પૂરો થતાં ફરિયાદી પટેલ ભરતભાઈએ કોન્ટેક્ટર આરોપી હરેશભાઈ પાસે ઉઘરાણી કરતાં આરોપીએ રૂપિયા પંદર લાખના લેણા પેટે મહેસાણા ડિસ્ટીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક.લી.ચાણસ્મા શાખાનો ચેક લખી આપી આપેલો,જે ચેક ફરિયાદીએ તેમના બેન્ક ખાતામાં ક્લિયરિંગ માટે રજુ કરતાં, ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે વણચૂકવ્યે પરત થતાં,ફરીયાદી પટેલ ભરતભાઈ માધુભાઈએ ચાણસ્માના વકીલ શ્રી જે.વી.ચૌધરી મારફતે આરોપીને ડિમાન્ડ નોટીસ આપેલી, પરંતુ આરોપીએ રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- પરત નહી આપતાં,ફરિયાદીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલી ,જે કેસ ચાણસ્મા કોર્ટમાં ચાલી જતાં, ફરિયાદીના વકીલ જે.વી.ચૌધરીએ ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા,જજમેન્ટો,દલીલો ગ્રાહ્ય રાખી ચાણસ્મા કોર્ટે આરોપી કોન્ટ્રાક્ટર ચૌધરી હરેશભાઈ પૃથ્વીરાજ રહે.બ્રાહ્મણવાડા.તા ચાણસ્માવાળાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા.૧૫,૦૦,૦૦૦/- તથા ૧૦% વધારાનું વળતર રૂા.૧,૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂપિયા ૧૬,૫૦,૦૦૦/- (અંકે રૂપીયા સોળ લાખ પચાસ હજાર પુરા) ફરીયાદીને જજમેન્ટની તારીખ થી બે માસમાં વળતર તરીકે ચુકવી આપવા અને જો આરોપી વળતરની રકમ બે માસમાં ચુકવવામાં કસુર કરે તો,કસુર બદલ બે માસ પુરા થયેથી વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલો, પરંતુ હુકમના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર રહ્યો હોવાથી ચાણસ્મા કોર્ટે તેના વિરૂદ્ધ સજા વોરંટ ઇશ્યૂ કરવાનો હુકમ કરેલ છે.
ગોરાદના શખ્સને ચેક રીટર્નના કેસમા ચાણસ્મા કોર્ટે એક વર્ષની સજા ફટકારી.
બનાવની હકીકત એવી છે કે, બ્રાહ્મણવાડા, તા.ચાણસ્માના વતની અને હાલ સનવિલા સોસાયટી, મહેસાણા મુકામે રહેતા ચૌધરી દેવરાજભાઈ ગોવાભાઈ પાસેથી પટેલ મુકેશભાઈ કાન્તિલાલ મૂળ રહે.ગોરાદ તા.જી મહેસાણા હાલ રહે. બનાસ ડેરી સામે, પાલનપુરવાળાએ અંગત જરૂરિયાત માટે પાંચ માસમાં પરત આપવાના વાયદે રૂપિયા ૫,૦૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલા જેથી વાયદો પૂરો થતા ફરિયાદી દેવરાજભાઈ ચૌધરીએ આરોપી પટેલ મુકેશભાઈ પાસે ઉઘરાણી કરતા આરોપીએ ધી મહેસાણા અર્બન કો ઓ બેંક લી. મહેસાણા શાખાનો રૂપિયા ૫,૦૦,૦૦૦/- ના લેણા પેટે ચેક લખી આપેલો, જે ચેક ફરિયાદીએ ક્લિયરિંગ માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા,ચાણસ્મા શાખામાં જમા કરાવતા "ફંડ ઇન સફીશીયન્ટ “ ના શેરા સાથે વણચૂકવ્યે ચેક પરત થતાં વકીલશ્રી મારફતે ડિમાન્ડ નોટિસ આપી, ફરીયાદીએ ચાણસ્મા કોર્ટમાં ધી એન.આઈ. એક્ટ ૧૩૮ મુજબ આરોપી પટેલ મુકેશભાઈ કાન્તિલાલ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી, જે કેસ ચાણસ્મા કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તરફે વકીલ જે.વી.ચૌધરીની ધારદાર દલીલો તથા ફરિયાદના કામે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને જજમેન્ટોને ગ્રાહ્ય રાખી ચાણસ્માના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રીએ આરોપી પટેલ મુકેશભાઈ કાન્તિલાલ ને એક વર્ષની સજા ફટકારી હતી તેમજ ચેકની લેણી નીકળતી રકમ રૂપિયા ૫,૦૦,૦૦૦/- તથા દસ ટકા વધારાનું વળતર રૂપિયા ૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂપિયા ૫,૫૦,૦૦૦/- બે મહિનામાં ચુકવી દેવા હુકમ કર્યો છે તેમજ આરોપી જો સમયસર વળતર ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલો પરંતુ હુકમ ના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા કાયદાકીય જોગવાઈ મુજબ આરોપીને સજા વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કરેલ છે.

5
674 views