logo

સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર ખાતે 2026-27ના વિકાસલક્ષી કેન્દ્રીય બજેટ અનુસંધાને મહિલા સંવાદ કાર્યક્રમમાં યોજાયો.

સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર ખાતે 2026-27ના વિકાસલક્ષી કેન્દ્રીય બજેટ અનુસંધાને મહિલા સંવાદ કાર્યક્રમમાં યોજાયો.

હિંમતનગર તા.12
અહેવાલ: મિહિર પટેલ, ચાણસ્મા
: 9558900630

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિશેષ માર્ગદર્શન હેઠળ અને માનનીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૬–૨૭ના સંદર્ભમાં, સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા “મહિલા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ હિંમતનગર ખાતે 2026-27ના વિકાસલક્ષી કેન્દ્રીય બજેટ અનુસંધાને મહિલા સંવાદ કાર્યક્રમમાં યોજાયો.

આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલની સૂચના અનુસાર કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રીય બજેટમાં મહિલાઓ માટે કરાયેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આર્થિક સશક્તિકરણ, સ્વરોજગાર, શિક્ષણ, આરોગ્ય તથા સુરક્ષા સંબંધિત પ્રાવધાનો અંગે બહેનોને માહિતગાર કરવો તથા તેમના વિચારો અને સૂચનોને સાંભળવાનો હતો.

આ કાર્યક્રમના હિંમતનગર ના ધારાસભ્ય વી ડી ઝાલા સાહેબ, પ્રદેશ ના પૂર્વ ઉપાદ્યક્ષા કુમારી કોશલ્યા કુંવરબા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતી બેન પટેલ જિલ્લા સંગઠન ના મહામંત્રી પ્રેમલ ભાઈ દેસાઈ અને ગણપત સિંહ ઝાલા , વક્તા C A જોલી બેન કડ્યા,જિલ્લા સહ ઇન્ચાર્જ અરવિંદ ભાઈ દોશી, સાબરકાંઠા મહિલા બજેટ ના ઇન્ચાર્જ પ્રજ્ઞાબેન પટેલ , જિલ્લા મહિલા મોરચા પૂર્વ પ્રમુખ નીલા બેન પટેલ , સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાજલ બેન દોશી,મહામત્રી શ્રી ઓ રેખા બા ઝાલા, સોનલ બેન, મહિલા મોરચાની બહેનો , સગઠન ની બહેનો, જિલ્લા ચેરમેનો, સદસ્યો,નગરપાલિકાની બહેનો તાલુકા પંચાયત બહેનો હાજર રહ્યા હતા.

5
860 views