
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા મોટા વરાછા વિસ્તારનાં પાણી પુરવઠો અંગેની અગત્યની જાહેરાત.
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હંમેશ કટીબધ્ધ રહેલ છે. જે અન્વયે સુરત મહાનગરપાલિકાનો હાઈડ્રોલિક વિભાગ, સુરત શહેરમાં સમાવિષ્ટ વિસ્તારમાં નિયત સમય મર્યાદામાં, પુરતા જથ્થામાં તેમજ ગુણવત્તા સાથે પાણી પુરવઠો પુરો પાડવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. તા.૧૩/૦ર/ર૦ર૬ ના રોજ સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉપલી કોલોની પાસે વરાછા જળવિતરણ મથકના ESR M3 માંથી પાણી પુરવઠો પુરો પાડતી ૬૦૦ મી.મી. વ્યાસની નવી એમ.એસ. નળીકાને હયાત ૬૦૦ મી.મી. વ્યાસની ડી.આઈ. નળીકામાં જોડાણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આથી તા.૧૩/૦ર/ર૦ર૬ ના રોજ મોટા વરાછા વિસ્તારની ર૪×૭ યોજના હેઠળની M-3 ટાંકીના નેટવર્ક હેઠળના નીચે જણાવેલ વિસ્તારોમાં પાણી પુરવઠો મળે તેમ નથી. અને તા.૧૪/૦ર/ર૦ર૬ ના રોજ પાણી પુરવઠો અંશત:/ઓછા પ્રેશરથી મળવાની શકયતા રહેલી છે તેની જાહેર જનતાએ નોંધ લેવા તથા ઉપરના અસરકર્તા દિવસો પહેલા પુરતા જથ્થામાં જરૂરીયાત મુજબના પાણીના જથ્થાનો સંગ્રહ કરી લેવા તેમજ કરકસર પૂર્વક વપરાશ કરવા વિનંતી કરવામાં આવે છે.
વિસ્તારોના નામો :-
ઉપલી કોલોની, નીચલી કોલોની, નંદ બંગલો આજુબાજુનો વિસ્તાર, નંદ ચોકથી અબ્રામા ચેક પોસ્ટ થી કબ્રસ્તાન સુધીનો વિસ્તાર, પેડલ રોડ, મિતલ રો-હાઉસ, વાલકેશ્વર સોસાયટી, સુકલ રેસીડેન્સી, સુમન સહકાર આવાસ, દરબાર ફળીયા, આનંદ ધારા સોસાયટી વિ-૧, ર, ૩ અને આજુબાજુનો વિસ્તાર.
ઉપરોકત બાબતની જાહેર જનતાએ નોંધ લઈ, જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચતપૂર્વક ઉપયોગ કરવા વિનંતી. વધુમાં નાગરિકોએ સહકાર આપવા વિનંતી તથા થનાર અગવડતા બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે. કામગીરી વહેલી પૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.