logo

ઓલપાડનાં માસમા- ઓરમા રોડ પર ગંદકીનું સામ્રાજ્ય, પીવાના મીઠા પાણીની ગંભીર સમસ્યા, ગોકળગાય એ ચાલતા રસ્તાનાં કામો, પંચાયત નિંદ્રાહીન.

ઓલપાડના માસમા- ઓરમા રોડ પર છેલ્લા દોઢ વર્ષથી અનેક રેસીડેન્સી પ્રોજેક્ટ માં અનેક રહીશો વસવાટ કરે છે. આ વિસ્તારમાં પંચાયત ની નબળી કામગીરીને લીધે કચરાના ઢગલાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પંચાયત દ્વારા આ કચરાનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ રેસીડેન્સી પ્રોજેક્ટમાં અનેક વિસ્તારમાં મુખ્ય રોડ પર દિવાળી પહેલા મીઠા પાણીની પાઇપલાઇન નંખાઈ ગયા હોવા છતાં આ વિસ્તારના સોસાયટીઓને મીઠા પાણીનું જોડાણ આપવામાં આવ્યું નથી. આજે આઠ મહિના થયા હોવા છતાં ત્યાંના સમગ્ર વિસ્તારના રહીશો મીઠા પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી સી આર પાટીલ દેશની દરેક પંચાયતોમાં વસવાટ કરતા રહીશોને પણ મીઠા પાણીની ઉપલબ્ધ થાય તે અંગે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જયારે માસમા-ઓરમા રોડ પર મીઠા પાણીની પાઇપલાઇન છેલ્લા આઠ મહિના પહેલા નંખાયા ગયા હોવા છતાં રહીશોને પાણીથી વંચિત કરી રહ્યા છે. આ અંગે જિલ્લા પંચાયતનું તંત્ર નિદ્રાહીન તેમજ આ વિસ્તારના ચૂંટાયેલ પંચાયતના સભ્યને પણ આ અંગે કંઈ પડી નહીં હોય એવું લાગી રહ્યું છે. હવે આ સમસ્યાઓ અંગે જિલ્લા પંચાયત જાગૃત અવસ્થામાં આવે તેવી ત્યાનાં રહીશોની અપેક્ષા છે.

14
838 views
1 comment  
  • Damor Hemantkumar Bhurabhai

    Sir please contact me 9537361144