logo

ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી


Gujarat SamacharGujarat CitiesBotad
ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી

ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી 1 -

Self Destruction in Gujarat University hostel: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આજે(6 ફેબ્રુઆરી) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની ગેસ્ટ હાઉસમાં બોટાદથી NSS (નેશનલ સર્વિસ સ્કીમ) ના કેમ્પમાં ભાગ લેવા આવેલી 21 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે, કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

મૃતક બોટાદની રહેવાસી હતી
<મૃતકની ઓળખ એલડી આર્ટ્સ કોલેજની ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મહેશ્વરી ખાચર તરીકે થઈ છે. મૂળ બોટાદની રહેવાસી છે, તે હાલમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી હતી. ઘટના સમયે, તે ચાલુ NSS કેમ્પના ભાગ રૂપે એનઆરઆઈ હોસ્ટેલની સામે ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી.

9
764 views