
ભુજમાં વાત રે વાર્તા સ્ટોરીટેલિંગ કાર્યક્રમ યોજાયો ભુજના રોટરી હોલ ખાતે તા. ૮ શેક ધ શેક તથા લેટ્સ વાંચો દ્વારા યોજાયેલ
ભુજમાં “વાત રે વાર્તા” સ્ટોરીટેલિંગ કાર્યક્રમ યોજાયો
ભુજના રોટરી હોલ ખાતે આજરોજ તા. ૮ના રોજ શેક ધ શેક તથા લેટ્સ વાંચો દ્વારા “વાત રે વાર્તા” નામનું સ્ટોરીટેલિંગ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જાણીતા લેખક શ્રી અજય ઓઝા ( ભાવનગર) દ્વારા તેમની રચિત વાર્તાઓનું ભાવસભર પઠન કરવામાં આવ્યું, જેના કારણે હાજર યુવાનો ભાવુક બની ગયા હતા. આ ઉપરાંત કાશ્મીરા જેઠી, નિધીબેન વ્યાસ, હિમાંશુભાઈ રાસ્તે, અર્જુનભાઈ ગઢવી, ઋતુરાજસિંહ જાડેજા તેમજ યોગેશ જોશી દ્વારા પણ સુંદર વાર્તા પઠન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન શ્રદ્ધા ઠક્કર તથા ડો કમલભાઈ કવા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ સ્મિત અજાણી દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિતિબેન ઠક્કર, ડો.નિનાદભાઈ ગોર, અર્પિતભાઈ દોશી, કુણાલભાઈ સોનેતા, મેહુલભાઈ ચૌહાણ, મનોરથ ઠક્કર, આયુષ શાહ, વિરલ જોશી, ચાંદનીબેન અજાણી સહિત અનેક સહયોગીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો.
આ સમગ્ર આયોજનના આયોજક તરીકે શેક ધ શેક રૂપેશભાઈ પારેખ તથા લેટ્સ વાંચો ડો. નિનાદ ભાઈ ગોર ટીમ રહી હતી.