
Gujrat Ahmedabad Jamalpur
જમાલપુર વિસ્તારમાં એક હેવાન
યુવકે ધાર્મિક જગ્યાએ પોતાની વિકૃતતાની હદ વટાવી, નમાઝ શીખવવાના બહાને 8 વર્ષના સગીરને દરગાહના ધાબે લઈ જઈ હવસનો શિકાર બનાવ્યો.
આરોપી શુક્રવારે નમાજ પઢવા ગયો ત્યારે ત્યાં આવેલા સગીરને નમાઝ શીખવવાના બહાને ધાબા પર લઇ ગયો હતો. જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
જમાલપુરમાં રહેતો એક સગીર શુક્રવારે તે જ વિસ્તારમાંઆવેલી મગદુમ સાબની દરગાહમાં નમાજ પઢવા ગયો હતો.
ત્યારે 23 વર્ષિય યુવક મળ્યો તેણે નમાઝ કઈ રીતે પઢવી જોઈએ તેવું શિખવાડવાના બહાને સગીર સાથે વાતો કરીને ફોસલાવ્યો હતો.
બાદમાં આરોપી આ સગીરને મસ્જિદના ધાબે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ ઘટનાથી ડરી ગયેલો સગીર પોતાના ઘરે ગયો હતો અને તેની માતાને સમગ્ર બાબતે જાણ કરી હતી. બાદમાં માતાએ દીકરાને જોતા તેના શરીરના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે બાળકના પિતાને જાણ થતા તેમણે મસ્જિદના CCTV તપાસતા બાળકે આરોપીને ઓળખી બતાવ્યો હતો.
અંતે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધી નૌમાન શેખ નામના આરોપીને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે નરાધમ આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે, તેની પત્ની પણ તેને છોડીને જતી રહી છે. અગાઉ તે ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો હતો અને થોડા સમયથી અન્ય વિસ્તારમાં રહે છે. આરોપી સામે અગાઉ મારામારીનો પણ એક ગુનો નોંધાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.