*સુરત ખાતે યોજાય એકલ રન માં ધર્મેન્દ્ર પટેલે ભાગ લીધો*
*સુરત ખાતે આયોજિત એકલ રન મેરેથોનમાં કોબા પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોનનું આયોજન સુરત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના આઠ હજાર જેટલા સુરતવાસીઓએ ભાગ લઈ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.*

*આ મેરેથોન યોજવાનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં ફિટનેસ, શારીરિક તંદુરસ્તી અને નિયમિત વ્યાયામની ટેવ વિકસાવવાનો હતો. આવા કાર્યક્રમો દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે તેમજ તેઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો.*