logo

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનાં સહયોગ થી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા ઝોન, સરથાણા ઝોનમાં અનુક્રમે કુલ ત્રણ શાળા ભવનોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન માં વોર્ડ નંબર પુણા પૂર્વ વિસ્તારમાં એક અને સરથાણા ઝોનમાં વોર્ડ નંબર-૦૩ પાસોદરા અને લસકાણા પ્રાથમિક શાળા માં એક-એક મળી કુલ બે શાળા ભવાનો મળી ગુજરાતી માધ્યમ ની કુલ ત્રણ શાળા ભવનોના નિર્માણ માટે ગુજરાત સરકારશ્રીના સમગ્ર શિક્ષા વિભાગના સહયોગ થી અંદાજે ૧૦.૫૦ કરોડના ખર્ચે ખાતમુહૂર્તની વિધિ મેયર દક્ષેશભાઈ માવાણીના પ્રમુખ સ્થાને સંપન્ન કરવામાં આવી. જેના થકી અંદાજે ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. ગુજરાત સરકારશ્રી ના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આજદિન સુધી ૨૫૦ કરોડથી વધુના ખર્ચે ૫૦ થી વધુ શાળા ભવનો મંજૂર કરવામાં આવેલ છે.
સદર કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી , મ્યુનિસિપલ સદસ્યઓ, નગર પ્રાથમિક સમિતિના અઘ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા તથા અન્ય સભ્યઓ, શાળાનાં વિદ્યાર્થીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ તથા અન્ય મહાનુભવો મળી બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.

21
1229 views