logo

ચોર્યાસીના ઐતિહાસિક વાંઝ ગામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન દ્વારા અનોખો દેશભક્તિ પ્રેરક કાર્યક્રમ

ચોર્યાસીના ઐતિહાસિક વાંઝ ગામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન દ્વારા અનોખો દેશભક્તિ પ્રેરક કાર્યક્રમ

અશોક પટેલ
વાંઝ (ચોર્યાસી) | તા. 07/02/2026
આજ રોજ તા. 07 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10.30 કલાકે ચોર્યાસીના ઐતિહાસિક વાંઝ ગામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનના સંયુક્ત ઉપક્રમે એક અનોખો અને પ્રેરણાદાયક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત શ્રી મરોલી પ્રાથમિક શાળા તથા નરોડ પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના આશરે 125 વિદ્યાર્થીઓને વાંઝ ગામે આવેલ દાંડીપથ યાત્રી નિવાસની શૈક્ષણિક મુલાકાતે લાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજી દ્વારા દાંડીયાત્રા કેમ કરવામાં આવી, તેના ઐતિહાસિક કારણો, સ્વાતંત્ર્ય આંદોલનમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ ગાંધીજીના વિચાર અને જીવનમૂલ્યો અંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનના ડી.એ. શ્રી ગિરીરાજભાઈ વાંસીયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને અને તેઓ ગાંધીજીના સિદ્ધાંતો તથા જીવનમાંથી પ્રેરણા મેળવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાસ્પદ સાબિત થયો હતો. સમાજમાં દેશભક્તિ, ઇતિહાસ પ્રત્યે જાગૃતિ તથા મૂલ્યાધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો.
આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનના પ્રમુખશ્રી મતિ જ્યોતિબેન, સુભાષભાઈ રાવલ, અશોક પટેલ, નીશાબેન, ગિરીરાજભાઈ, અજયભાઈ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલીના શ્રી અજયભાઈ, બંને પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ દાંડીપથ યાત્રીના સ્ટાફ શ્રી નરેશભાઇ,સ્વાતિ પટેલ,પીનલ પટેલ,તન્વી સુરતી ઉપસ્થિત રહ્યા હતા.

8
532 views