logo

માલધારી સમાજ ની સિંહણ જલ્પાબેન રબારી એ સાબિત કર્યું નારી તુજ નારાયણી

અહેવાલ: મિહિર પટેલ ,ચાણસ્મા 9558900630

સમગ્ર માલધારી સમાજ નું ગૌરવ બેન શ્રી જલ્પાબેન રબારી
આજે વાત કરવી રબારી સમાજ ની એ દીકરી જે રાણી લક્ષ્મીબાઈ ની જેમ નીડર ને સેવાભાવી દીકરી કેવાય જેને કે માલધારી સમાજ ની સીહણ તરીકે ઓળખવા માં આવે છે
ખૂબ જ નાની વયના યુવતી જલ્પા બેન રબારી સમાજસેવિકા છે .જલ્પાબેન રબારી ગોસણ ના વતની છે
આ દીકરી ને જોઈ ને લાગે કે દીકરા જેવી જ છે
જલ્પાબેન રબારી ના પિતાશ્રી જોરાભાઈ રબારી બહુ સેવાભાવી એમનો સેવા નો ગુણ દીકરી જલ્પાબેન મા આવે છે .
આજના કળિયુગ માં સગી માં પણ બાળકો ને તરછોડી જાય છે ત્યારે માલધારી સમાજ ના જલ્પા બેન રબારી નિરાધાર ગરીબ બાળકો ને સગી માં કરતા વધારે પ્રેમ આપે છે .તેમણે પાટણ માં આપણું ઘર નામ ની સસ્થા ચાલુ કરી .જેમાં તેમને નિઃસહાય ગરીબ બાળકો ને નવું જીવન આપ્યું છે .મજદૂર વર્ગ ના બાળકો ગરીબ બાળકો ને જલ્પાબેન સસ્થા માં રાખી ફ્રી માં રેવાનું જમવાનું શિક્ષણ આપે છે.બાળપ્રેમી જલ્પાબેન બાળકો ને સારું શિક્ષણ સારો ખોરાક સારું જીવન આપે છે.રસ્તે રઝળતા બાળકો ને આશરો આપે છે .જલ્પાબેન દરેક જ્ઞાતિ ના બાળકો ને ભેદભાવ રાખ્યા વગર બાળકો રાખે છે.
જલ્પાબેન દરેક સમાજ ના સેવાભાવી કામ કરે છે .કોઈ બેન દીકરી ને કયા પણ કઈ મદદ ની જરૂર પડે તો જલ્પા બેન હમેશા હાજર રહે છે
નારી તું નારાયણી સૂત્ર જલ્પાબેન સાર્થક કર્યું છે
જલ્પાબેન કહે છે.મારા આ સેવા ના કામ માં મારા પિતાશ્રી ને મારા પરિવાર નો બહુ મોટો ફાળો છે
જલ્પાબેન અભ્યાસ ગોપાલક હાઇસ્કૂલમા અભ્યાસ કર્યો .
વિશેષ આભાર તો રાજ્ય સભા ના સભ્ય બાબુભાઈ.જે દેસાઈ સાહેબ નો જેમણે પાટણ માં દ્વારકેશ કન્યા છાત્રાલય ચાલુ કરી.અને મારા જેવી ઘણી બધી દીકરીઓ નું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું. દ્વારકેશ છાત્રાલય માં રહી જલ્પાબેન રબારી એ
અભ્યાસ પૂરો કર્યો.
આજે જલ્પાબેન રબારી ઘણા બધા બાળકો ને નવું જીવન આપ્યું છે.જલ્પાબેન નિસહાય વૃદ્ધ ને વિધવા બેન ને કરિયાણાની કીટ આપે છે .પાટણ માં હોસ્પિટલ માં ટિફિન સેવા જ્યાં દર્દી ને જરૂર પડે ત્યાં આર્થિક મદદ કરે છે.
ઓલી કહેવત છે ને પોતાના માટે તો સૌ જીવે પણ બીજા માટે જીવે એને જીવન જીવ્યું કહેવાય જલ્પાબેન રબારી સમાજસેવિકા ....

જલ્પાબેન દેસાઈના સેવાયાત્રા પાછળની પ્રેરણાદાયક કથા આજે સમાજ માટે ઉદાહરણરૂપ બની છે. પોતાના આગળના અભ્યાસ માટે જ્યારે જલ્પાબેન દેસાઈ પાટણ આવ્યા, ત્યારે તેઓ દાનવીર રત્ન અને રાજ્ય સભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ દ્વારા નિર્મિત દ્વારકેશ કન્યા છાત્રાલય માં રોકાયા હતા. આ હોસ્ટેલમાં રહેવાથી જલ્પાબેન દેસાઈના જીવનમાં વિચારધારાત્મક પરિવર્તન આવ્યું.
દ્વારકેશ કન્યા છાત્રાલય માં સમાજની બહોળી સંખ્યામાં દીકરીઓને સુરક્ષિત રહેઠાણ અને શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ મળતું જોઈને જલ્પાબેન દેસાઈ ખૂબ પ્રભાવિત થયા. તેમણે અનુભવ્યું કે જો શ્રી બાબુભાઈ દેસાઈ સમાજની દીકરીઓના શિક્ષણ માટે આટલી વિશાળ અને સુવ્યવસ્થિત હોસ્ટેલ ઊભી કરી શકે છે, તો આપણે પણ સમાજ માટે કંઈક કરવું જોઈએ. આ વિચાર જ તેમના જીવનમાં સમાજસેવાનો મજબૂત આધાર બની ગયો.
જલ્પાબેન દેસાઈ જણાવે છે કે શ્રી બાબુભાઈ દેસાઈ ખરેખર સમાજના દાનવીર રત્ન છે. સમાજની દીકરીઓને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે તેમનો ફાળો અવિસ્મરણીય છે. અનેક દીકરીઓને શિક્ષણની તક આપી તેમણે માત્ર ઇમારત નથી ઊભી કરી, પરંતુ અસંખ્ય સપનાઓને સાકાર કરવાની દિશા આપી છે.

15
823 views