logo

તેરા તુજકો અર્પણ” સુત્ર અંતર્ગત “પોલીસ પ્રજાનો મિત્ર છે” સુત્રને સાર્થક કરતી માધાપર પોલીસ

તેરા તુજકો અર્પણ” સુત્ર અંતર્ગત “પોલીસ પ્રજાનો મિત્ર છે” સુત્રને સાર્થક કરતી માધાપર પોલીસ
ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, કચ્છ (ભુજ) તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી I/C એમ. જે. ક્રિશ્ચન સાહેબ, ભુજ વિભાગ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મુદ્દામાલ શોધી કાઢી ફરીયાદીઓને પરત સોંપવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી.
આ સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી એ. કે. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારના અરજદારોના ખોવાયેલા મોબાઇલ ફોન શોધી તેમને પરત સોંપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માધાપર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અરજીઓના આધારે પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR Portal, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસનો અસરકારક ઉપયોગ કરી ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા અને મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા.
આ રીતે માધાપર પોલીસે “તેરા તુજકો અર્પણ” તથા “પોલીસ પ્રજાનો મિત્ર છે” સુત્રને સાર્થક બનાવ્યા છે.
પરત સોંપવામાં આવેલ મોબાઇલ ફોનની વિગતો :
સેમસંગ કંપનીનો 5-23 મોડલ – રૂ. 74,999/-
વિવો કંપનીનો 123 મોડલ – રૂ. 23,000/-
રીયલમી કંપનીનો 12+ મોડલ – રૂ. 13,000/-
ઓપ્પો કંપનીનો રેનો 12 પ્રો મોડલ – રૂ. 37,000/-
સેમસંગ કંપનીનો M-30 મોડલ – રૂ. 16,000/-
વનપ્લસ કંપનીનો 11R મોડલ – રૂ. 45,000/-
સેમસંગ કંપનીનો A315 મોડલ – રૂ. 21,000/-
વિવો કંપનીનો Y51 મોડલ – રૂ. 18,000/-
સેમસંગ કંપનીનો A14 મોડલ – રૂ. 14,000/-
વિવો કંપનીનો T4X મોડલ – રૂ. 14,000/-
ઓપ્પો કંપનીનો A77 મોડલ – રૂ. 20,000/-
રીયલમી કંપનીનો C51 મોડલ – રૂ. 9,500/-
આઇફોન 13 – રૂ. 50,000/-
વિવો કંપનીનો Y22 મોડલ – રૂ. 14,000/-
વિવો કંપનીનો V40 Pro મોડલ – રૂ. 5,000/-
ઓપ્પો કંપનીનો F25 Pro મોડલ – રૂ. 26,000/-
મોટોરોલા કંપનીનો 664 મોડલ – રૂ. 12,700/-
કુલ કિંમત : રૂ. 4,58,199/-
માધાપર પોલીસની આ કામગીરી પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સહકાર વધારતી એક સરાહનીય પહેલ છે.

0
111 views