logo

₹૨.૫૦ લાખના ખર્ચે શ્રી કલરાવાંઢ પ્રાથમિક શાળામાં બનશે અદ્યતન લાઈબ્રેરી.

₹૨.૫૦ લાખના ખર્ચે શ્રી કલરાવાંઢ પ્રાથમિક શાળામાં બનશે અદ્યતન લાઈબ્રેરી
બાળપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સામાજિક જાગૃતિનો બીજારોપણ
કચ્છના શિક્ષણ ક્ષેત્રે એક નોંધપાત્ર અને પ્રેરણાદાયક પહેલ રૂપે, શ્રી કલરાવાંઢ પ્રાથમિક શાળા ખાતે અદ્યતન લાઈબ્રેરીના નિર્માણનો આરંભ થવા જઈ રહ્યો છે. અંદાજિત ₹૨,૫૦,૦૦૦/- (અઢી લાખ રૂપિયા) ના ખર્ચે બનનાર આ લાઈબ્રેરી KFFFDT સંસ્થા (ભુજ), સેતુ અભિયાન તથા સ્થાનિક ગ્રામજનોના સંયુક્ત સહયોગથી સાકાર થવાની છે.
આ લાઈબ્રેરી માત્ર પુસ્તકોનું સંગ્રહસ્થાન નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, દિશા અને કારકિર્દી ઘડતરનું કેન્દ્ર બની રહેશે. પ્રાથમિક કક્ષાથી જ બાળકોમાં અભ્યાસપ્રત્યે રસ વધે તેમજ ભવિષ્યના લક્ષ્યો નક્કી કરવાની દૃષ્ટિ વિકસે તે આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ છે.
લાઈબ્રેરીના મુખ્ય હેતુઓ:
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયાની તૈયારી:
પ્રાથમિક ધોરણથી જ બાળકોને સરકારી નોકરીઓ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન અને યોગ્ય સાહિત્ય ઉપલબ્ધ કરાશે.
સામાજિક જાગૃતિ અને કુરિવાજો સામે જ્ઞાનયુદ્ધ:
અંધશ્રદ્ધા, રૂઢિચૂસ્ત માનસિકતા અને અણસમજ દૂર કરવા માટે જ્ઞાનવર્ધક પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈચારિક વિકાસ કરવામાં આવશે.
નકારાત્મક પ્રવૃત્તિઓથી જ્ઞાન તરફ વળતર:
આંદોલન, ધરણા અને વિરોધ જેવી પ્રવૃત્તિઓમાં વ્યર્થ જતા યુવાધનને શિક્ષણ અને જ્ઞાનના માર્ગે વાળવાનો એક સકારાત્મક પ્રયાસ છે, જેનાથી યુવાઓ આત્મનિર્ભર બની દેશના વિકાસમાં યોગદાન આપી શકશે.
આ પ્રકલ્પ ગ્રામીણ વિસ્તારના બાળકોને શહેરી વિસ્તારના બાળકોની સમકક્ષ લાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને આવનારી પેઢીના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન બનશે.
રિપોર્ટ બાય આદમ નોતિયાર
Mo 9979330250

64
4491 views