logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

santvani #mahotsav

મહાશિવરાત્રી મેળો-૨૦૨૬

ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા. ૧૧ થી તા.૧૪ ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક ક્રાયક્રમનું ભવ્ય આયોજન...

મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે.જેના અનુસંધાને આજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સાહેબના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા.૧૧ થી ૧૪ ફેબ્રુઆરી સુધી દરરોજ સાંસ્કૃતિક ક્રાયક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પણ ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે. ત્યારે આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે તા. ૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂ કરશે. બીજા દિવસે તા. ૧૨ ફેબ્રુઆરી ના રોજ ભારતના વિખ્યાત પાશ્વ ગાયક સુરેશ વડકર દ્વારા ભક્તિરસભર ગીતોની મનમોહક પ્રસ્તુતિ થશે. ત્રીજા દિવસે તા. ૧૩ ફેબ્રુઆરી ના રોજ પ્રખ્યાત ગાયક પાર્થ ઓઝા દ્વારા લોકસંગીત, સુગમ સંગીત તથા ભજનની રંગારંગ રજૂઆત કરવામાં આવશે. અંતિમ દિવસે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કચ્છની કોયલ તરીકે જાણીતા લોકપ્રિય લોકગાયિકા ગીતાબેન રબારી પોતાની લોકપ્રિય લોકસંગીતની પ્રસ્તુતિથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરશે.

મહાશિવરાત્રી મેળા દરમિયાન આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ ૦૨ સેશનમાં યોજાનાર છે. જેમાં સાંજે સ્થાનિક કલાકારો ભજન, સંતવાણીની પ્રસ્તુતી કરશે. જેમાં તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ લોકગાયક શ્રી દિવ્યેશ જેઠવા, શ્રી સાગર કાચા, હાસ્ય કલાકાર શ્રી જીતુભાઈ દ્વારકાવાળા, તા.૧૨ ફેબ્રુઆરીના રોજ લોકગાયક, સંગીતકાર નાણાવટી બ્રધર્સ, શ્રી વિપુલભાઈ ત્રિવેદી, શ્રી દર્પિત દવે, લોકગાયક સુશ્રી તરલાબેન સોમાણી,તા.૧૩ ફેબ્રુઆરીના રોજ લોક સાહિત્યકાર શ્રી હરેશભાઈ સુરુ, શ્રીજીતુભાઈ દાદ, લોકગાયક સુશ્રી નીરૂબેન દવે, લોકસાહિત્યકાર શ્રી રાજદાન ગઢવી, તા. ૧૪ ના રોજ લોક સાહિત્યકાર શ્રી શિવરાજ વાળા, શ્રી અમુદાન ગઢવી, લોક ગાયક શ્રી દીપકભાઈ જોષી,શ્રી મયુરભાઈ દવે પોતાની કલાની પ્રસ્તુતી કરીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કરશે.

આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા સાહેબ, નિવાસી અધિક કલેકટર સુશ્રી બી.એસ. બારડ સાહેબ, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

23
391 views

Comment