logo

સુરત શહેરની ફરી ત્રણ સંસ્થાઓના ખાધ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ- અનસેફ.

ડે. કમિશ્નર (હેલ્થ અને હોસ્પીટલ) (ડી.) તથા ડેઝીગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ અગાઉના માસ દરમ્યાન આરોગ્ય વિભાગનાં ફુડ ઇન્સ્પેકશન વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાધ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની ઘનિષ્ટ ચેકીંગ હાથ ધરી, સંસ્થાઓમાંથી ઘી અને દુધ નો માવો ના નમૂનાઓ લઇ પુથ્થકરણ સારૂં પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુ.મ.પા.માં મોકલવામાં આવેલ છે. જે પૈકીના કુલ-૦૩ નમુનાઓ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- ૨૦૦૬ અને તેના નીતિ-નિયમો અનુસાર ધારા ધોરણ મુજબના ન હોવાનો અભિપ્રાય ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુ.મ.પા. દ્વારા આપેલ છે.જે નીચે મુજબ છે.
૧. સંસ્થાનું નામ- ગોપાલ ટ્રેડર્સ,
ઝવેરચંદ મેઘાની ગાર્ડન, સરદાર સ્મૃતિ ભવન ની
સામે, વરાછા રોડ, સુરત.
* લીધેલ નમુના - અમુલ પ્યોર ઘી
* પરિણામ - સબસ્ટાન્ડર્ડ ( Beta-Sitosterol
ની હાજરી )
૨. સંસ્થાનું નામ- વરના દુધ – ગુરુકૃપા ટ્રેડીંગ,
પ્લોટ નં.૮,વાલમ નગર સોસાયટી- બી, સીમાડા,
સુરત.
* લીધેલ નમુના - દુધ નો માવો
* પરિણામ - સબસ્ટાન્ડર્ડ (ફેટનું પ્રમાણ
ધારાધોરણ કરતા ઓછુ)
3. સંસ્થાનું નામ- શ્રીજી ઘી પાર્લર
દુ. નં -૨૦૮, ગ્રા. ફ. અશોકા પેલેડિયમ,
ભટાર, સુરત.
* લીધેલ નમુના- પ્યોર ઘી ઓફ દેશી કાઉ વેણુ
ઘી.
* પરિણામ - અનસેફ ( TRANS-FAT
ધારાધોરણ કરતા વધુ)
ઉપરોકત નમુનાઓ ની સંસ્થા / ઇસમો વિરુધ ફુડ સેફટી એકટ-ર૦૦૬ અને તેના નીતી-નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

5
145 views