અમદાવાદમાં આશારામ આશ્રમની 500 કરોડની જમીન પર કોમર્શિયલ નજર, 45,000 ચો.મી. વધારાની જમીન સાથે ડેવલપમેન્ટને મંજૂરી
અમદાવાદમાં આશારામ આશ્રમની 500 કરોડની જમીન પર કોમર્શિયલ નજર, 45,000 ચો.મી. વધારાની જમીન સાથે ડેવલપમેન્ટને મંજૂરીપ્રેસ નોટ:અમદાવાદ (તારીખ):06/02/2026અમદાવાદ શહેરમાં આવેલી આશારામ આશ્રમની કિંમતી જમીનને લઈને વધુ એક મહત્વનો અને વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. આશરે 500 કરોડ રૂપિયાની જમીન પર બનેલા આશારામ આશ્રમને હટાવી, તેના સ્થાને કોમર્શિયલ ડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે મૂળ જમીન ઉપરાંત 45,000 ચોરસ મીટર વધારાની જમીન પણ વિકાસ માટે ફાળવવામાં આવી છે.વર્ષો સુધી કાયદાકીય પ્રક્રિયા અને કેસોની આડમાં રહેલી આ જમીન પર હવે સરકારી મંજૂરીથી ખાનગી વિકાસનો માર્ગ ખુલ્યો છે. આશ્રમ વિવાદ બાદ જે જમીન “જાહેર હિત” માટે ઉપયોગમાં આવવી જોઈએ એવી અપેક્ષા હતી, ત્યાં હવે વ્યાપારી પ્રોજેક્ટો માટે દરવાજા ખૂલ્યા છે.સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કેઆ જમીનનો ઉપયોગ જાહેર સુવિધા, શિક્ષણ કે આરોગ્ય માટે કેમ નહીં કરવામાં આવ્યો?અને વધારાની 45,000 ચો.મી. જમીન કોના નિર્ણયથી અને કયા ધોરણે ફાળવવામાં આવી?આ સમગ્ર મામલામાં રાજકીય મૌન પણ અનેક શંકાઓને જન્મ આપે છે. વિકાસના નામે કરોડોની જાહેર સંપત્તિ ખાનગી હિતોને સોંપાઈ રહી હોવાનો આક્ષેપ વધુ મજબૂત બનતો જાય છે.હવે જોવાનું રહ્યું કે સરકાર આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરશે કે પછી આ મામલો પણ અન્ય અનેક વિવાદોની જેમ ફાઈલોમાં દબાઈ જશે.