logo

ભાટસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કશિશ નાયકનું ગીત સોશિયલ મીડિયામાં છવાયુ

પાટણ| ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાતની પ્રતિભાશાળી દીકરી કશીશ નાયકનું તાજેતરમાં રેકોર્ડેડ ગીત વિવિધ સોશિયલ મીડિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીની કશીશ નાયકે પોતાના મધુર સ્વરથી સંગીત ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરી છે, જે સમગ્ર શાળા પરિવાર તથા ગામ માટે ગૌરવની બાબત બની છે.

આ ગીતના લોન્ચ પ્રસંગે આચાર્ય શ્રી, શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ કશીશના પરિવારજનો અને ગ્રામજનોએ સૌએ કશિશ ને અભિનંદન પાઠવ્યા હતા. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં પણ કશિશ નું ગીત ગુંજી ઉઠ્યું હતું. કશિશ હાલમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છાત્રાલયમાં રહીને ભાટસણ પગાર કેન્દ્ર શાળા પી એમ શ્રી ગુજ.માં અભ્યાસ કરી રહી છે, માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ શિક્ષણની સાથે સાથે સંગીતને જ પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું છે. કશીશ નાયકની પ્રતિભા, મહેનત અને સંગીત પ્રત્યેની નિષ્ઠાને સૌએ બિરદાવ્યા હતા.

શાળા દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને પીએમ શ્રી યોજના અંતર્ગત મળતા પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર આવી રહી છે, તેનું ઉત્તમ ઉદાહરણ કશીશ નાયક છે. શિક્ષકોએ જણાવ્યું હતું કે આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.

અંતે કશીશ નાયકને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને વધુને વધુ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી.

કશીશ નાયક દ્વારા ગવાયેલ ગીતને youtube માં સાંભળવા માટે :- https://youtu.be/t7Lt6khEdmg?si=1nWIJ9cuweJrEnbj

10
358 views