logo

GujaratGovernment

વિવિધ ઇનોવેટર્સને કુલ ₹87.34 લાખના ચેક આપી સન્માનિત કરાયા...

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે 'સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ-FTO' વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો; DST, SVBIT અને BIRACના અધિકારી–કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઇનોવેટર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ-DST હેઠળ કાર્યરત સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર-STBI અને બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRACના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વર્કશોપ થકી નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોને વિવિધ ઇનોવેશન અને કોમર્શિયલાઇઝેશનને વેગ આપવા, 'સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ', 'પેટન્ટ એનાલિટિક્સ' અને 'ફ્રીડમ ટુ ઓપરેટ' જેવી બાબતો વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યુ

6
244 views