logo

સુરત મનપા દ્વારા આઇકોન રસ્તાઓની વાત જયારે સેન્ટ્રલ ઝોન ગોપીપુરા વિસ્તારનો એક મહિનો થવા છતાં પણ રસ્તો બન્યો નથી.

સુરત મહાનગરપાલિકા એક તરફ આઇકોન રસ્તાઓની વાત કરે છે જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ગોપીપુરા કનૈયાલાલ દેસાઈ રોડ હિતેન્દ્ર દેસાઈના બંગલા પાસે થી આદિત્ય પાર્ક એપાર્ટમેન્ટ સુધીનો રસ્તો આજે એક મહિનો થવા છતાં પણ બન્યો નથી. મનપા દ્વારા જમીની લેવલની હાલની કાર્ય કરવાની પદ્ધતિ રામ ભરોસે, આનો અર્થ એ કે અધિકારીઓ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું નથી. મનપા દ્વારા રસ્તા નો કોન્ટ્રાક્ટ ને છૂટોદોર, કોન્ટ્રાક્ટરના રસ્તાના કામ મંજુર થયા પછી યોગ્ય ફીડબેક કયા કારણસર લેવાતુ થતું નથી. શાસકો, મનપા કમિશનર અને અને આ ખાતના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કયા કારણે આજે એક મહિનો થવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવી શકાયો નથી તે અંગે કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો માંગી રહ્યા નથી. અથવા આ વિસ્તારમાં જે રીતે રસ્તા નું કામ ગોકળગાઈ ગતિએ ચાલી રહ્યું છે તે અંગે એ વિસ્તારના રહીશોને ખબર પડે એ પ્રકારનું બોર્ડ મનપા દ્વારા લગાવવું જોઈએ કે કાર્ય શરૂ થયા ની તારીખ અને કાર્ય ક્યારે પૂર્ણ થવાનું છે તે અંગે જાણ થાય. આજે એક મહિનો થવાને આરે છે તેમ છતાં રસ્તા ની આ હાલત છે સ્થાનિક રહીશો અકળાઈ ગયા છે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. મનપાની ચૂંટણીઓ પર નજીક આવી રહી છે તેમ છતાં ઢગલાબંધ મંજુર થતા કામો વચ્ચે યોગ્ય મોનિટરિંગનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

18
794 views