logo

Junagadh Gujrat

મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ...

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ સંદર્ભે શહેરના પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના સવિશેષ પ્રયત્નોથી મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્ય અને દિવ્ય બનવા જઈ રહ્યો છે, તેના સંદર્ભમાં મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના મેળામાં જે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે, તેના સંદર્ભે પરામર્શ કરવામાં આવ્યો હતો, ખાસ કરીને તા. ૧૧મી ફેબ્રુઆરીએ સાધુ સંતોના આગમનના સ્વાગત માટે યોજાનાર નગર પ્રવેશ યાત્રાના આયોજન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ આયોજનો અંગે સાધુ સંતો સાથે પણ પરામર્શ કરવામાં આવી રહ્યો છે.

ઉપરાંત આ બેઠકમાં ઉતારા મંડળો માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી સર્વશ્રી પુનિતભાઈ, અગ્રણી શ્રી યોગેન્દ્ર પઢિયાર, શ્રી શૈલેષ દવે ઉતારા મંડળના સર્વશ્રી કાળુભાઈ સિંધલ, શ્રી હરેશભાઈ ઠુંમર, શ્રી પ્રવીણભાઈ સોજીત્રા સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

#junagadh #people #mahashivratri #review #bhavnath

0
0 views