
સુરત ખાતે આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલમાં ધર્મેન્દ્ર પટેલ વિશેષ ભાગીદારી
સુરત ખાતે આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલમાં ધર્મેન્દ્ર પટેલ વિશેષ ભાગીદારી.
પ્રાથમિક શાળા કોબાના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર પટેલે ગૌરવપૂર્ણ રીતે ભાગ લીધો હતો. તેમણે શિક્ષણક્ષેત્રે નવી દિશા આપતા એવા ઇનોવેશન પ્રોજેક્ટ રજૂ કર્યા, જેમાં ગાણિતિક નમૂનાઓ, શિક્ષણાત્મક મોડલ્સ અને “રમતા રમતા ભણવા” આધારિત નવી નવી શૈક્ષણિક રમતોનો સમાવેશ હતો. આ તમામ ઇનોવેશનનો મુખ્ય હેતુ બાળકોમાં ગણિત વિષય પ્રત્યે આત્મવિશ્વાસ, રસ અને આનંદ વિકસાવવાનો હતો.
શ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા તૈયાર કરાયેલા મોડલ્સ દ્વારા બાળકો ગણિતના અઘરા ખ્યાલોને સરળ રીતે, પ્રયોગાત્મક રીતે અને રમતમાં જ સમજતા થાય છે. સંખ્યા જ્ઞાન, જોડાણ-બાકાત, ગુણાકાર, ભાગાકાર, માપન, આકારો અને તર્કશક્તિ જેવા વિષયો રમતો દ્વારા શીખવાડવાની અનોખી પદ્ધતિ રજૂ કરવામાં આવી. આ ઇનોવેશનથી બાળકોનો ભણતર પ્રત્યેનો ભય દૂર થાય છે અને અભ્યાસ આનંદદાયક અનુભવ બની જાય છે.
ફેસ્ટિવલમાં ઉપસ્થિત શિક્ષકો, શિક્ષણવિદો, નિષ્ણાતો તથા મહેમાનો દ્વારા શ્રી ધર્મેન્દ્ર પટેલના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રકારની નવીન પહેલો શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવામાં, બાળકેન્દ્રિત શિક્ષણને મજબૂત બનાવવામાં અને ભવિષ્યના શિક્ષણ માટે નવી દિશા નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
શ્રી વી.એ.વસાવા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી.
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ