logo

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની છઠ્ઠી માર્ચે ચૂંટણી!! ઉમેદવારો દ્વારા પ્રચાર !!!

વકીલોની માતૃ સંસ્થા ગુજરાત બાર કાઉન્સિલ ના હોદ્દેદારોની ચૂંટણી તારીખ છઠ્ઠી માર્ચ ના રોજ યોજવાની છે જેને લઈને ગુજરાત રાજ્યના ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા વકીલો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે આ વખતે યોજાઇ યોજાનારી ચૂંટણીમાં વકીલો માટે જે ઉમેદવારો ચૂંટણી જીતીને આવે તે વકીલોના હિતો માટે અને તેમના પ્રશ્નો માટે કામ કરે તે ખૂબ જ જરૂરી છે હાલ એવી ચર્ચા ચાલે છે કે વકીલ પર હુમલો થાય તો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવ્યો છે પરંતુ જ્યારે વકીલ હુમલા નો ભોગ બને ત્યારે તેને મદદ કરવા સંસ્થાના હોદ્દેદારોએ મદદ કરવી જોઈએ તેમજ આ સિવાય વકીલોના ઘણા પ્રશ્નો છે તેના ઉકેલ માટે તત્પર રહેવું જોઈએ વકીલોને હાલ મળતી વેલ્ફેર સહાય ખુબજ ઓછી છે તેમાં વધારો કરવો જોઈએ તેમજ જુનિયર વકીલોને શરૂઆતના તબક્કે આર્થિક લાભ મળે તેવી યોજનાઓ મનાવી જોઈએ અને બાર કાઉન્સિલમાં જમા થતી રકમનો વકીલોના લાભ માટે મહત્તમ ઉપયોગ થાય અને તેના હિસાબ જાહેર કરવો જોઈએ વકીલોને મળતી કાયદાકીય માહિતી પણ પૂરી પાડવી જોઈએ આમ બાર કાઉન્સિલ ના ચૂંટાયેલા હોદ્દેદારો વકીલોના હિતો માટે કામ કરે તેવી વકીલ આલમની માંગણી છે

6
818 views