logo

કોબા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ, પ્રાથમિક શાળા કોબામાં શિયાળાની ઋતુને ધ્યાને રાખીને તમામ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજાયો.

કોબા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ,

પ્રાથમિક શાળા કોબામાં શિયાળાની ઋતુને ધ્યાને રાખીને તમામ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં દાતા શ્રી નીરવભાઈ જોશી અને સ્વસ્તિક જોશી દ્વારા ઉદાર હૃદયથી સહયોગ આપવામાં આવ્યો. તેમના સહકારથી શાળાના દરેક બાળકને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા, જેથી ઠંડીમાં બાળકોને આરોગ્ય અને સુરક્ષા મળી રહે. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. શાળાના આચાર્ય, શિક્ષકમંડળ તથા ગ્રામજનોએ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમના સેવાકાર્યને અભિનંદન પાઠવ્યા.
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

2
0 views