logo

આજ રોજ જગ જાગૃતિ અભિયાન હક ની વાત દ્વારા બિલપાડ ગામ માં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

આજ રોજ જન જાગૃતિ અભિયાન અંતર્ગત હકની વાત ની ટીમ દ્વારા બીલપાડ ગામે કાર્યકર્તા મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું
જનતા ના હક, પ્રશ્નો અને અવાજને અધિકારીઓ તથા નેતાઓ સુધી પહોંચાડવા માટે આ મીટિંગ યોજાઈ
જેમાં તમામ જાગૃત નાગરિકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી અભિયાનને મજબૂત બનાવવા સંકલ્પ લીધો આ કાર્યક્રમ માં ક્ષત્રિય કરણીસેના ના પ્રવક્તા માનવતા ની મહેક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સામાજિક અગ્રણી સંજયસિંહ રાજ પણ હાજર રહ્યા જેમાં મુખ્ય બીલપાડ ગામના મંગળપુરા વિસ્તાર ના ખેડૂતો ને છેલ્લા ૭૦ વર્ષ રોડ રસ્તો મળ્યો નથી અને પાણી ની ટાંકી થી પણ વંચિત હોઈ વિવિધ પ્રશ્નો ની રજુવાત બીલપાડ ગામના લોકો એ કરી હતી સાથે હકની વાત ના સંયોજક વિકી શ્રીમાળી અને સમગ્ર ટીમ નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ બીલપાડ ગામના જાગૃત યુવાનો નું બીજી શ્રીમાળી દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી સમયમાં ગામના પ્રાણપ્રશ્નો નું નિરાકરણ નહીં આવે તો સંઘઠન દ્વારા ગ્રામજનો ને સાથે રાખી ગ્રામપંચાયત ના જવાબદાર લોકો સામે કાયદાકીય લડત લડી લેવા પણ જણાવ્યું હતું

🗣️ હકની વાત – જનતા ની વાત અધિકારીઓ સુધી… નેતાઓ સુધી…

0
3293 views
1 comment  
  • Rana Jigneshkumar Punamchand

    જોરદાર હક ની વાત દ્વારા