logo

માધાપર નવાવાસ સરસ્વતી વિદ્યાલયમાં 77 પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરપંચ વાલજીભાઈ ડાંગરના હસ્તે ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

પ્રજાસત્તાક દિવસની ઉજવણી:
માધાપર સરસ્વતી વિદ્યાલયમાં સરપંચ વાલજીભાઈ ડાંગરના હસ્તે ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

માધાપર નવાવાસ સ્થિત સરસ્વતી વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરીના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માધાપર નવાવાસના સરપંચવાલજીભાઈ કે. ડાંગરના હસ્તે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.આ ઉજવણીમાં પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપર ગામની કુલ 17 શાળાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે જીલ્લા પંચાયત ના સદસ્ય પારૂલબેન કારા તાલુકા પંચાયત ના સદસ્ય તુષારીબેન વેકરીયા, ભાનુબેન ભુડિયા,

માધાપર નવાવાસ ગામ પંચાયતના સરપંચવાલજીભાઈ ડાંગર, માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન મહેશ્વરી, વર્ધમાન નગર ગ્રામ પંચાયતના સરપંચ રોનિતભાઈ શાહ, નવાવાસ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી લખધીરસિંહ જાડેજા, શાળા સમિતિના પ્રમુખ અરજણભાઈ ભુડીયા, પટેલ જ્ઞાતિ મંડળના પ્રમુખ જયંતભાઈ માધાપરિયા, પ્રેરણામૂર્તિ કરસનભાઈ પિંડોળીયા, પટેલ જ્ઞાતિ મંડળના મંત્રી ભરતભાઈ ગોરસીયા ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, શાળાના આચાર્ય હાર્દિકભાઈ પટેલ, એમ.એસ.વી. હાઈસ્કૂલના આચાર્ય મહેશભાઈ ઝાલા, મોડેલ સ્કૂલના આચાર્ય વિજયભાઈ કાલરીયા, ગ્રામ પંચાયત અને શાળા સમિતિના સદસ્યો, પટેલ જ્ઞાતિ મંડળના હોદ્દેદારો, તમામ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો (જેમ કે રાણાભાઈ ડાંગર, આર.ડી. ઝાલા), અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમતના વિવિધ ક્ષેત્રોમાં વિજેતા બનેલા ખેલાડીઓનું માધાપર નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.એલ. ડાકી દ્વારા કરવામાં આવ્યું હતું.

0
88 views