logo

શ્રી માધાપર જખ બીતેરા સંધ જખમંદિર માધાપર ના પ્રાંગણે મહાસુદઆઠમઅને પ્રજાસત્તાક દિને ૧૫૮ વર્ષ જુનામંદિર ના નુતનીકરણની૧૩મી વર્ષગાંઠે ધ્વજા મહોત્સવ

શ્રી માધાપર જખ બીતેરા સંધ જખમંદિર માધાપર ના પ્રાંગણે આજરોજ મહા સુદ આઠમ અને પ્રજાસત્તાક દિને ૧૫૮ વર્ષ જુના મંદિર ના નુતનીકરણની ૧૩મી વર્ષગાંઠે ધ્વજા મહોત્સવ અને હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.ધ્વજા મહોત્સવ માટે મુંબઈ તેમજ બહારગામથી દાતા પરિવારો, સંસ્થાના ટ્રંટીશ્રીઓ, સંસ્થાના અધિકારીશ્રીઓ, અને ભાવિક ભક્તજનોની બહોળી ઉપસ્થિતીમાં ધામધુમ પૂવર્ક યોજાયો.

જોગાનુજોગ ૨૬ જાન્યુ. નો દિવસ અને કચ્છના ગોજારા ભુંકપ ને ૨૫ વર્ષ પુર્ણ થતા હોઈ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા જખદાદાના મંદિર પરિસર મધ્યે ભુકંપમાં દિવગંત પામેલ લોકોની આત્માના કલ્યાણર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આવનારા દિવસોમાં કચ્છ, ગુજરાત તેમજ આપણો દેશ ભારત વધુ ને વધુ સમૃધ્ધ થાય તેવી જખદાદા ને અરજ કરવામાં આવી હતી.

સંસ્થાની ધ્વજારોહણ પ્રસંગની ઉજવણી સાથે સી.આઈ.એસ.એફ.ના સાઈકલવીરોનો કાર્યક્રમ વંદે માતરમ્ સી.આઈ.એસ.એફ.ક્રોસ્ટલ સાઈકલોથોન ૨૦૨૬ જખમંદિરના પ્રાંગણ મધ્યે ઉજવવામાં આવ્યુ હતુ.સી.આઈ.એસ.એફ. ના સાયકલવીરો જેમાં ૩૫ યુવતીઓ અને ૫૫ યુવકો મળી કુલ્લ ૯૦ સાયકલવીરો નો બે દિવસનો ઉતારો જખમંદિર મધ્યે વિના મુલ્યે કરવામાં આવ્યુ હતુ.આ સાયકલવીરો લખપત થી કોચી સુધી કુલ્લ ૩૫૦૦ કી.મી.ની સફર શરૂ કરશે જે ૨૫ દિવસમાં પૂર્ણ કરશે.આ પ્રસંગે સંસ્થા દ્વારા સૌ સાયકલવીરોનું ખેસ પહેરાવી સન્માન કરી તેમની યાત્રા વિના વિઘ્ને પુર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ સાહસીક સાયકલવીરો ના સન્માન કાર્યક્રમમાં આ સી.આઈ.એસ.એફ. ગુજરાતના સીનીયર કમાન્ડર શ્રી હરેન્દ્રર નારાણજી, ડેપ્યુટી કમાન્ડર શ્રી સમસેરજી, આસીસડન્ટ કમાન્ડર શ્રી એ.કે. પાંડેજી, શ્રી પ્રવીણજી, શ્રી નાગેન્દ્રકુમાર તેમજ તેમની સમગ્ર ટીમની હાજરીમાં સૌ સાયકલવીરો નું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ.સંસ્થા ના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહ, શ્રી ચીમનભાઈ ગમારા, સંસ્થાના સેક્રેટરી શ્રી ડૉ. હસમુખભાઈ શાહ, શ્રી વિનોદભાઈ નંદુ ધ્વારા સી.આઈ.એસ.એફ.ના સૌ ઓફિસરો નું સન્માન કરવામાં આવ્યુ હતુ.સંસ્થા દ્વારા ૨૦૨૫ ની સાલમાં પણ આ સી.આઈ.એસ.એફ.ના સાયકલવીરો નું સન્માન તેમજ રહેવાની સગવડ વિના મુલ્યે કરવામાં આવી હતી. સતત બે વરસથી સંસ્થાને દેશના વીર જવાનોની સેવાનો મોકકો મળી રહયો છે તે બદલ આનંદ વ્યકત કરયો હતો.

આ પ્રસંગે આ સી.આઈ.એસ.એફ. ના સીનીયર કમાન્ડરશ્રી એ જણાવ્યું હતુ કે સંસ્થાના દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યો અકલ્પનીય છે તે બદલ તેમણે સંસ્થાના સૌ ટ્રસ્ટીશ્રીઓની કામગીરી ધન્યવાદને પાત્ર છે.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યુ હતુ કે અમારી સંસ્થા દ્વારા દરરોજ ગાય માતાને ધાસચારો, કબુતર ને ચણ,કુતરા ને રોટલા આપવામાં આવે છે.કોઈ પણ જ્ઞાતિના લોકોની સાદડી કે બેસણા માટે નિઃશુલ્ક હોલ આપવામાં આવે છે.સંસ્થા દ્વારા જખદાદા ના લગ્ન આશીષ યોજના હેઠળ સમાજની કોઈ પણ જ્ઞાતિની દિકરીના લગ્ન વિના મુલ્યે કરી આપવામાં આવે છે. બાળકો માટે બગીચાની સુંદર સગજડ છે.દર્શનાર્થે આવતા ભાવિકજનોને સાત્વીક ભોજન રહાતદરે મળી રહે તે માટે ભોજનશાળા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારની બહેનો શ્રીમતી વિજયાબેન ગમારા, શ્રીમતી અંજુબેન શાહ, શ્રીમતી પ્રભાબેન, શ્રીમતી આરૂપીબેન શાહ, શ્રી મીત શાહ, શ્રી કરણ ગમારા તેમજ સંસ્થાના મેનેજર શ્રી પ્રવીણભાઈ સોની, શ્રી હિતેશભાઈ ગજજર વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

0
495 views