
Didi defeated ED, now she will defeat BJP too', Akhilesh Yadav
દીદીએ EDને હરાવ્યું, હવે BJPને પણ હરાવશે', બંગાળમાં SIR મુદ્દે અખિલેશ યાદવે કર્યા પ્રહાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ કોલકાતામાં પહોંચેલા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે "દીદીએ EDને હરાવ્યું, હવે તે ભારતીય જનતા પાર્ટીને પણ હરાવશે.અખિલેશ યાદવે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ 2026ની વિધાનસભા ચૂંટણીમાં જબરદસ્ત વિજય સાથે સત્તા જાળવી રાખશે.
અખિલેશ યાદવે I-PAC ઓફિસમાં તાજેતરમાં EDની રેડ અંગે પત્રકારો સાથે વાત કરી. 8 જાન્યુઆરીએ EDએ I-PACના વડા પ્રતીક જૈનના ઘર અને કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશન ચાલુ હતુ એ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્યાં પહોંચી ગયા.એવો આરોપ છે કે તેમની હાજરીમાં ઘણી ફાઇલો અને દસ્તાવેજો બહાર કાઢવામાં આવ્યા હતા. એવી પણ અટકળો હતી કે મુખ્યમંત્રી પેન ડ્રાઇવ- હાર્ડડ્રાઈવ સાથે લઈ ગયા છે.
સપા નેતા અખિલેશ યાદવે આ ઘટનાનો ઉલ્લેખ કરતા ભાજપ પર પ્રહારો કર્યા. તેમણે કટાક્ષમાં કહ્યું, ભાજપ હજુ સુધી તે પેન ડ્રાઇવનું દુઃખ ભૂલી શક્યું નથી. તેમના મતે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મમતા બેનર્જીએ પડકાર ઝીલી લીધો છે. EDને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી છે.
અખિલેશે ચૂંટણી પંચની ભૂમિકા પર પણ ઉઠાવ્યા સવાલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ આજે ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રાજ્યમાં SIR મુદ્દે ચૂંટણી પંચની કાર્યવાહી અંગે શંકા વ્યક્ત કરી. અખિલેશ યાદવે કહ્યું, "SIR એ જ NRC હતું, કારણ કે ઘણા લોકોએ તેમની નાગરિકતા સાબિત કરવી પડી હતી. ડિજિટલ લૂંટને બચાવવા બદલ હું દીદીને અભિનંદન પાઠવું છું. અખિલેશ યાદવે સ્પષ્ટતા કરી કે, તૃણમૂલ કોંગ્રેસ કોઈ કેન્દ્રીય એજન્સી કે કમિશનથી ડરતી નથી, પરંતુ બંગાળના લોકો ફરી એકવાર મમતા બેનરજી પર વિશ્વાસ મૂકીને વધુ એક વખત તેમના નેતા તરીકે સ્થાપિત કરશે. પશ્ચિમ બંગાળની બાગડોર મમતા બેનર્જીને સોંપશે.