77 માં પ્રજા સત્તાક દિનની ઉજવણી.
26 જાન્યુઆરી 1950 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લખેલું ભારતીય સંવિધાન અમલમાં આવેલું ત્યારથી આપણા દેશમાં 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે લોકશાહીનો આત્મા એ ભારતનું બંધારણ છે બંધારણ દ્વારા લોકોને પોતાના હક અને અધિકારો લોકશાહીમાં મળે છે લોકો પોતાના મત દ્વારા પ્રતિનિધિ છૂટે છે અને પ્રજાના પ્રતિનિધિઓ લોકશાહી માટે લોકશાહી પદ્ધતિથી લોકોને જાગૃત કરવાનો તેમજ તેમને મળતા અધિકારો અપાવવાના હોય છે પરંતુ આપણા દેશમાં 76 વર્ષ પછી પણ ભારતના નાગરિકોને આ દેશના પ્રતિનિધિઓ બંધારણીય હકો અપાવવામાં સફળ થયા નથી તેમણે મતની રાજનીતિ કરી ફક્ત પોતાના સ્વાર્થ ખાતર સત્તા ભોગવી પ્રજાને જાગૃત કરેલ નથી જેને કારણે પ્રજા હક અધિકાર મેળવી શકી નથી જનતા ના પ્રતિનિધિઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ક્યારે અધિકારોની વાત કરતા નથી ફક્ત અને ફક્ત લોભ લાલચ અને વચનો આપી જનતા પાસેથી મત મેળવી લેશે પરિણામે સાચા તમે જનતા ના સેવકો ચુંટાયા નથી જનતાએ પોતાના મત ની કિંમત સમજી મત આપવો જોઈએ પરંતુ તેઓ બન્યું નથી જનતા બંધારણ પ્રત્યે બિલકુલ અજ્ઞાન છે જેને કારણે તેમનું આટલા વર્ષોથી શોષણ થયું છે અટકાવવા પ્રત્યેક લોકોએ જાગૃત થવું જોઈએ અવસર નિમિત્તે સર્વને એવી અપીલ કરવામાં આવે છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘરે ભારતનું બંધારણ વસાવે અને તેનો અભ્યાસ કરે તેવી શુભેચ્છા