logo

દાવાઓમાં સ્વચ્છતા, હકીકતમાં ગંદકી: સુરત નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટ્સ સરકારના આરોગ્ય મોડેલ પર પ્રશ્નચિહ્ન

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ગમે તેટલા દાવા કરે, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટ્સની હાલત સરકારની હકીકત બતાવે છે. ગંદકી, દુર્ગંધ, ઝાંઝર અને પાણી ભરાવથી સ્પષ્ટ થાય છે કે સફાઈના નામે માત્ર બજેટ વપરાય છે, કામગીરી નહીં. સફાઈ કામદારો, પગાર અને કેમિકલ હોવા છતાં ટોયલેટ્સ આવી સ્થિતિમાં હોવું સીધો બેદરકારી અને ભ્રષ્ટાચારનો પુરાવો છે. જનતા એક દિવસ બિલ મોડું ભરે તો પેનલ્ટી, તો સરકારની ખરાબ સર્વિસ માટે જવાબદારી અને પેનલ્ટી કેમ નહીં? આરોગ્ય મંત્રી, ધારાસભ્ય અને કોર્પોરેટરને વિનંતી છે કે એક દિવસ આ ટોયલેટનો ઉપયોગ કરીને જુઓ, ત્યારે “વર્લ્ડ ક્લાસ હેલ્થ સર્વિસ”ના દાવાઓની હકીકત સમજાશે.

8
321 views