logo

અંતે ફાયરિંગ કેસમાં મૃતક યશકુમારસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો:

અગમ્ય કારણોસર પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી, ACP

ફરિયાદી બન્યા
આ ઘટના અકસ્માતથી બની કે અન્ય કોઈ રીતે? એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીએ મોડીરાત્રે કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહે અકસ્માતે તેની પત્ની રાજેશ્વરીબાને ગોળી વાગ્યા બાદ યશરાજસિંહે આપઘાત કર્યાની ઘટના બની હતી, જોકે આ મામલે કોઈ કારણ સામે આવ્યું નહોતું. પોલીસ દ્વારા દંપતી વચ્ચે કોઈ ઝઘડો હતો કે કેમ એ તપાસવા માટે પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતાં.

વસ્ત્રાપુર પોલીસે મૃતકે યશરાજસિંહ ગોહિલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.પોલીસની 2 દિવસની તપાસ દરમિયાનમાં આ બનાવ આકસ્મિક રીતે નહીં પરંતુ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. એ ડિવિઝન એસીપી જયેશ બ્રહ્મભટ્ટ આ કેસના ફરિયાદ બન્યા છે.
પોલીસે જ્યારે ફ્લેટના સીસીટીવી ચેક કર્યા તો એ બંધ હાલતમાં હતા, જેથી દંપતી રાત્રે ફ્લેટમાં ગયા એ પહેલાં બાજુમાં આવેલા ફ્રૂટ ટ્રકમાં જ્યૂસ પીવા ગયાં હતાં, જેથી પોલીસ ત્યાંના સીસીટીવી તપાસી પતિ-પત્ની વચ્ચેનું વર્તન જોયું તો એ સામાન્ય જ હતું. બીજી તરફ બનાવમાં બે જ ગોળી રિવોલ્વરમાંથી ચાલી છે, પરંતુ રિવોલ્વરમાંથી બાકીની પણ બે જ ગોળી મળી છે, જેની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથાના પાછળના ભાગે કેવી રીતે વાગી? એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
રાજવી પરિવારના કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલને ઘોડેસવારીનો શોખ હતો.

પોલીસને રિવોલ્વરમાંથી માત્ર બે ગોળી મળી ભાવનગર જિલ્લાના રાજવી પરિવારના અને કોંગ્રેસનેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજાએ યશરાજસિંહ ગોહિલ તથા તેમના પત્ની રાજેશ્વરીબાના અકસ્માતે મોત મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાની અકસ્માત મોતની તપાસ એ ડિવિઝન એસીપી જે. ડી. બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે. બીજી તરફ FSL અને ફિંગપ્રિન્ટ માટેની તપાસ બાદ પોલીસે રિવોલ્વર કબજે લઇ FSLને મોકલી આપી છે. ઘટના બાદ પોલીસે કરેલી તપાસ દરમિયાન રિવોલ્વરમાં માત્ર બે જ ગોળી મળી છે, જેથી એ બાબતે પણ શંકા છે. રિવોલ્વરમાં ચાર જ ગોળી હતી કે કેમ એની તપાસ કરવામાં આવી રહી छे.
શક્તિસિંહના ભત્રીજા અને વહુનાં મોતનું રહસ્ય ઘેરાયું

આ ઉપરાંત રાજેશ્વરીબાને માથાના પાછળના ભાગે ગોળી વાગી હોવાથી અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી? એ બાબતે પણ રહસ્ય સર્જાઇ રહ્યું છે. આ ઘટના અકસ્માતથી બની હતી કે અન્ય કોઇ કારણો છે એ મામલે તપાસ કરવામાં આવશે. બંને મૃતકોના ફોન પણ FSLમાં મોકલવામાં આવ્યા છે.
જજીસ બંગલો રોડ પર NRI ટાવરમાં પરિવારજનો પહોંચ્યાં હતાં.

યશરાજસિંહના રાજેશ્વરીબા સાથે બીજા લગ્ન થયા હતા

બે મહિના પહેલાં જ યશરાજસિંહના રાજેશ્વરીબા સાથે બીજા લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. નવા નવા લગ્ન થયા હોવાથી પતિ-પત્ની ગત બુધવારે રાત્રે તેમના ફોઈના ઘરે ડિનર માટે ગયાં હતાં. ત્યાંથી જ્યૂસ પીને ઘરે આવ્યાં હતાં અને બાદમાં બેડરૂમમાં ગયાં હતાં. લગભગ સાડા અગિયારેક વાગ્યે જ યશરાજસિંહની લાઈસન્સવાળી રિવોલ્વરથી ગોળી છૂટીને પત્ની રાજેશ્વરીબાના માથાના ભાગે વાગતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યાં હતાં.
ફ્લેટના CCTV બંધ હાલતમાં મળ્યા યશરાજસિંહે માતાને જાણ કર્યા બાદ 108ને ફોન કર્યો હતો. તબીબી ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા ત્યારે યશરાજે પણ પોતાને ગોળી મારી મોત વહાલું કર્યું હતું. વસ્ત્રાપુર પોલીસે દંપતીની અવરજવર અને બોડી લેન્ગ્વેજ તપાસવા ગયો તો ફ્લેટના CCTV બંધ હાલતમાં મળ્યા હતા.
21

જાન્યુઆરીની સાંજે હનુભાના લીમડામાં દંપતીના અંતિમસંસ્કાર કરાયા હતા.

કેટલાક સવાલોથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ જોકે બીજી તરફ દંપતી જે સંબંધીને ત્યાં જમવા ગયા અને જ્યૂસ પીવા ગયાં ત્યાંના CCTV ફૂટેજ મેળવતાં બંને નોર્મલ મૂડમાં હોવાનું જણાયું છે, પરંતુ આ ઘટના પાછળ હજુ કેટલાક સવાલો પોલીસને મૂંઝવણમાં મૂકતાં તેના પરથી પરદો ઊંચકવા માટે પોલીસે પુરાવા અને સાયન્ટિફિક રિપોર્ટ આધારે તપાસ તેજ કરી છે.
કોણ હતા યશરાજસિંહ ગોહિલ?

શક્તિસિંહના ભાઈ દુર્ગેશસિંહના એકના એક પુત્ર

અભ્યાસ અને વ્યવસાય

SAL ઇન્સ્ટિટ્યૂટમાં મિકેનિકલ એન્જિનિયરિંગ

ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં 8 વર્ષથી એન્જિનિયર 5 વર્ષ આસિ. અને 2 વર્ષથી ડે.એક્ઝિક્યટિવ એન્જિનિયર
ગોળી માથાના પાછળના ભાગે કેવી રીતે વાગી એ બાબતે અસમંજસની સ્થિતિ

આ કેસમાં પોલીસને કેટલીક શંકાઓ ઊપજી રહી છે. પહેલા તો રિવોલ્વરમાં માત્ર બે જ ગોળી કેમ હતી એ અંગે સવાલો ઊઠી રહ્યા છે. યશરાજસિંહને રિવોલ્વર આંગળીમાં પરોવીને ગોળ ગોળ ફેરવવાની આદત હતી તો ઘટના સમયે રિવોલ્વર કાઢવા જતાં કે ગોળગોળ ફેરવતી વખતે આકસ્મિક ગોળી છૂટીને સીધી રાજેશ્વરીબાને માથાના પાછળના ભાગે જ કેવી રીતે વાગી એ બાબતે પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

FSLમાંથી બંને મૃતકોના ફોનનો રિપોર્ટ આવ્યા બાદ નક્કર માહિતી સામે આવશે?

યશરાજસિંહના બીજા લગ્ન હોવાથી બંનેના ભૂતકાળ વિશે અને અન્ય બાબતોની ચકાસણી માટે ફોન FSLમાં મોકલવામાં આવ્યા છે. ફોનનો કેટલોક ડેટા અને અન્ય રિપોર્ટ આવ્યા બાદ નક્કર માહિતી સામે આવે ત્યારે જ આ સવાલોના જવાબ મળી શકે અને શંકાઓ પર પૂર્ણવિરામ મુકાશે.
21 જાન્યુ.ની રાત્રે 502 નંબરના ફ્લેટમાં શું શું થયું

યશરાજસિંહ અને રાજેશ્વરીબાએ સગાને ત્યાં ડિનર કર્યું

રાત્રે 11.35એ યશરાજસિંહ રિવોલ્વર ફેરવતા હતા ત્યારે પત્નીને ગોળી વાગી

યશરાજસિંહે બીજા રૂમમાં રહેલા માતાને કહ્યું ગોળી ભૂલથી છૂટી ગઈ

યશરાજસિંહે 11.43એ કોલ કરતા 11.45એ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી

EMT પરેશ પટેલે રાજેશ્વરીબાના ધબકારા ચેક કર્યા પણ મળ્યા નહીં

108 કોલ સેન્ટરમાં ફોન દ્વારા જાણ કરતા જ અચાનક ફાયરિંગ થયું

EMTએ જોયું તો યશરાજસિંડે પણ માથાના ભાગે ગોળી મારી લીધી હતી
અચાનક જ ફાયરિંગ થયું ને હું દોડી બેડરૂમમાં ગયો', યશરાજસિંહે 30 સેકન્ડમાં જ માથામાં ગોળી મારી લીધી

અમદાવાદ શહેરના પોશ ગણાતા જજીસ બંગલો રોડ ઉપર આવેલા NRI ટાવરના 502 નંબરના ફ્લેટમાં એક પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળીએ લીમડા સ્ટેટના રોયલ ફેમિલીને કારમો આઘાત આપ્યો છે. બે મહિના પહેલાં જ હાથેથી મીંઢોળ છૂટ્યો હતો અને હવે લોહીના ખાબોચિયામાં સજોડે લાશ થઈને ગોહિલ દંપતી પડયું હતું
મહાદેવના ભક્ત યશરાજસિંહ ગોહિલને ફરવાનો શોખ હતો.

લોહીના ખાબોચિયા વચ્ચે બાજુ બાજુમાં લાશ; એકના એક દીકરાના મોતથી માતમ

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરી મોડીરાત્રે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના માથાના પાછળના ભાગે વાગી હતી. ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી
જમણી બાજુથી પહેલે મૃતક યશરાજસિંહ ગોહિલ(બ્લૂ ચેક્સ શર્ટમાં).

ગોહિલ વંશ અને સેજકપુરનું કનેક્શન

મૂળ રાજપૂતાનાના ગોહિલ વંશના સેજકજી ગોહિલે મેવાડથી સ્થળાંતર કર્યું અને સૌપ્રથમ જે નગર વસાવ્યું એ સેજકપુર નામે ઓળખાયું. ત્યાર બાદ તેમણે રાણપુર કબજે કર્યું. એ પછી તેમના વંશજોએ સિહોર અને ક્રમશઃ ભાવનગર રાજ્યનો વિસ્તાર કર્યો. રાજાશાહી વખતે ગુજરાતમાં ભાવનગર ઉપરાંત લાઠી અને રાજપીપળા ગોહિલવંશી ક્ષત્રિયોનાં મોટાં રાજ્યો હતાં. ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ મોટા ભાઈને ગાદી મળે અને નાના ભાઈ ફટાયા કુંવર તરીકે ગામો મેળવે અને પછી પોતાનાં પરાક્રમ વડે અન્ય વિસ્તાર જીતે એવી પરંપરા રહી છે.
લીમડા સ્ટેટમાં કોઈ પ્રસંગ દરમિયાન ગોહિલ ફેમિલી.

કેમ કહેવાયું હનુભાના લીમડા?

લાઠીના ઠાકોરસાહેબ લાખાજીરાજ ગોહિલને બીજાં પત્ની થકી ત્રણ સંતાનો હતાં. પ્રથમ પત્નીનાં સંતાનોને રાજપૂત પરંપરા મુજબ લાઠીની ગાદી મળી, પરંતુ બીજી પત્નીના ત્રણ કુંવર હનુભા, ફતેસિંહ અને અજાભાને લાખાજીરાજના અવસાન પછી એક ગામનો ગિરાસ મળ્યો હતો. ત્યાર બાદ કુંવર હનુભા અને તેમના ભાઈઓએ પોતાનાં પરાક્રમથી કાઠી ક્ષત્રિયો હસ્તકના આસપાસનાં બીજા ચાર ગામ જીતીને કુલ પાંચ ગામની રિયાસત સ્થાપી હતી, જેનું મુખ્ય ગામ લીમડા આજે પણ હનુભાના નામે લીમડા (હનુભાના) તરીકે ઓળખાય છે.

રિયાસતના સ્થાપક હનુભાને સંતાનમાં એકમાત્ર દીકરી હોવાથી તેમના નિધન પછી નાના ભાઈ અજાભા લીમડીના દરબાર સાહેબ બન્યા. અજાભાના પૌત્ર ભાવસિંહજી અને ભાવસિંહજીના
પૌત્ર હરિશ્ચન્દ્રસિંહજી, જે શક્તિસિંહ ગોહિલના પિતા થાય.

હાલ શક્તિસિંહ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે

શક્તિસિંહ ગોહિલ લીમડા સ્ટેટ(હનુભાના)ના છઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજિતસિંહ ગોહિલના દીકરા છે તેમજ હાલ તેઓ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે. આમ, તેઓ એક રોયલ પરિવારમાંથી આવે છે. તેમના દાદા રણજિતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા.
શક્તિસિંહ ગોહિલ અને તેમના દાદા રણજિતસિંહજી.

શક્તિસિંહના પરિવારમાં કોણ કોણ છે?

શક્તિસિંહને બે નાના ભાઈ છે, દુર્ગેશકુમારસિંહ અને શિવરાજસિંહ. શક્તિસિંહ ગોહિલ પોતે અપરિણીત છે. શિવરાજસિંહ ગોહિલને ચિંતનકુમારસિંહ અને યજુવેન્દ્રસિંહ નામે બે દીકરા છે. જ્યારે દુર્ગેશકુમારસિંહ મૃતક યશરાજસિંહના પિતા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમાર લીમડા (હનુભા) પરિવારના ભાણેજ હોવાથી ઘનિષ્ઠ પારિવારિક સંબંધો ધરાવે છે.

સરકારી સ્કૂલમાં અભ્યાસ અને ભણતાં ભણતાં જ બન્યા ધારાસભ્ય

શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં થયો હતો. સરકારી પ્રાથમિક શાળામાં 1થી 4 ધોરણ બાદ સુરેન્દ્રનગરની શાળામાં ભણ્યા અને ત્યાર બાદ સોનગઢ ખાતે આર્ય સમાજના ગુરુકુળમાં અભ્યાસ કર્યો. તેઓ જૂની સ્ટ્રીમના છેલ્લા વિદ્યાર્થી હતા. બાદમાં
ભાવનગરમાં સર પી.પી. ઈન્સ્ટિટ્યૂટમાં કેમિસ્ટ્રી વિષય સાથે બીએસસી કર્યા બાદ LLB, ડિપ્લોમા ઈન જર્નલિઝમ અને બાદમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLMનો અભ્યાસ કર્યો. આ સમયગાળા દરમિયાન રાજકીય રીતે પણ જિલ્લા પંચાયતની બે ચૂંટણી લડ્યા હતા. ભણતરના એ સમયે જ ધારાસભ્ય પણ બની ગયા હતા. પરિવાર પોતાની રીતે વ્યસ્ત રહે છે. રાજકીય પ્રવૃત્તિમાં મારે જરૂર પડે ત્યારે પડદા પાછળ રહીને મદદ કરે છે, પણ સક્રિય રીતે અન્ય કોઈ રાજકારણમાં નથી.

11
831 views