logo

અમદાવાદ : કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા યશરાજસિંહે પત્ની ને ગોળી મારી....

અમદાવાદ : અમદાવાદના પોશવિસ્તાર જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગત મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલએ તેની પત્નીને ગોળી મારી ત્યાર બાદ પોતના પર પણ ફાયરિંગ કરી આપધાત કરી લેતા ચકચાર મચી ગયો છે.

શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો યશરાજસિંહ (ઉંમર-33 વર્ષ) થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1માં પ્રમોશન મળતા ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. તેમજ બે મહિના પહેલા જ રાજેશ્વરી સાથે તેમના લગ્ન થયા હતા. ગત રાત્રે બંને વચ્ચે થયેલા ઝઘડા બાદ યશરાજે પત્ની રાજેશ્વરીને ગોળી મારી દીધી હતી અને 108ની ટીમને જાણ કરી હતી.

108ની ટીમ દ્વારા સ્થળ પર આવીને રાજેશ્વરીને મૃત જાહેર કરતા ટીમ જેવી ઘરની બહાર નિકળી કે યશરાજે પણ પોતાના લાયસન્સવાળા હથિયારથી પોતાના પર ગોળીબાર કરી આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દોડી આવી અને સઘન બંદોબસ્ત ગોઠવી તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે વધુ માહિતી બહાર આવી શકે છે.

4
340 views