logo

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા ઇનોવેટિવ ટીચર એવોર્ડ થી નિલેશ શ્રીમાળીનું સન્માન

•ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાટસણ પીએમ શ્રી ગુજરાતના શિક્ષક નિલેશ શ્રીમાળી AI IN EDUCATION વિષય ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું


જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર તારીખ 20-21 જાન્યુઆરી 2026 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મુકામે યોજાયો. ભાટસણ પગાર કેન્દ્ર શાળાના શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળી દ્વારા “AI-EduVision: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અંગ્રેજી શિક્ષણનું સુદ્રઢીકરણ” વિષય પર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું જેમાં ગ્રામીણ/પ્રાથમિક સ્તરના બાળકોમાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો ડર, શબ્દભંડોળની ઉણપ અને પાઠ્યપુસ્તકના પાઠ સમજવામાં પડતી મુશ્કેલી નિવારવા અને પરંપરાગત પદ્ધતિથી શિક્ષણ આપતા બાળકોમાં અંગ્રેજી વિષય પ્રત્યે નિરસતા દૂર કરવા ‘Visual Storytelling’ પદ્ધતિનો ઉપયોગ કરીને અંગ્રેજીના પાઠ્યપુસ્તકના પાત્રોને જીવંત કરવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.

આ ઇનોવેશન ની મુખ્ય ખાસિયત એ છે કે, પાઠમાં આવતા પાત્રોના કાર્ટૂન કેરેક્ટર બનાવ્યા અને AI થી પાઠના સંવાદો બોલતા કર્યા. અમુક વિડિયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પોતેજ, તેમના જેવા જ અને કાર્ટૂન કેરેક્ટરનો ઉપયોગ કરીને તેમને અંગ્રેજીમાં વાત કરતા બતાવ્યા, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો. શિક્ષક નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે આ પ્રમાણે નાના નાના સંવાદોમાં રૂપાંતરિત થયેલ વિડિયો દ્વારા બાળકો રમતા રમતા અંગ્રેજીના સંવાદો યાદ રાખતા થયા.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા નિલેશ શ્રીમાળીને પોતાનું ઇનોવેશન રજૂ કરવા બદલ પ્રાચાર્યશ્રી ડૉ. પિન્કીબેન રાવલ અને ડૉ. દશરથ આર. ઓઝાના વરદ હસ્તે ઇનોવેટિવ ટીચર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

1
203 views