logo

સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારનાં રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૯મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૯મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે તા.ર૩/૦૧/ર૦ર૬ના રોજ યોજાનાર પુષ્પાંજલી સહ વંદના કાર્યક્રમ.
ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧ર૯મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.ર૩/૦૧/ર૦ર૬ને શુક્રવારના રોજ સવારે ૮.૩૦ કલાકે ગોપીપુરા, સુભાષચોક ખાતે પુષ્પાંજલી સહ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી ભારત દેશની આઝાદી અપાવવામાં મહત્વની ભુમિકા અદા કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝને પુષ્પાંજલી સહ વંદના કરવામાં આવશે. માતૃભૂમિની મુકિત માટે છેડાયેલા જંગમાં અગ્રેસર એવા સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ ઉજવણી પ્રસંગે ગોપીપુરા, સુભાષચોક ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર જનતાને નિમંત્રણ છે.

3
350 views