ઉત્તર પ્રદેશના સહારનપુરમાં
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોતથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. અશોક, તેની પત્ની અંજીતા, તેની માતા વિદ્યાવતી અને તેમના બે પુત્રો, કાર્તિક અને દેવના મૃતદેહ એક રૂમમાંથી મળી આવ્યા હતા. બધાના માથામાં ગોળી વાગી હતી. રૂમમાંથી ત્રણ પિસ્તોલ પણ મળી આવી છે. અશોક અને તેની પત્નીના મૃતદેહ ફ્લોર પર મળી આવ્યા હતા, જ્યારે માતા અને બે બાળકો બેડ પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે, અશોક બધાને ગોળી મારીને પોતે આપઘાત કર્યો હોઈ શકે છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે. પોલીસની પૂછપરછમાં સ્થાનિકોએ જણાવ્યું કે, પરિવાર શાંત સ્વભાવનો હતો, કોઈની સાથે કોઈ વિવાદ પણ નહોતો.
ઓછું