logo

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો



પ્લેન ક્રેશના 7 મહિને મૃતકોની સામગ્રી પરિવારને સોંપવાનું શરૂ

ક્રેશ સાઇટ પર 22 હજારથી વધુ સામગ્રી મળી હતી


અમદાવાદ વિમાન દુર્ઘટનાના સાત મહિના બાદ એર ઇન્ડિયાએ મૃતકોના પરિવારજનોને તેમના પ્રિયજનોના અંગત સામાન પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ સમગ્ર કામગીરીને ખૂબ આદર, ગૌરવ અને ગોપનીયતા સાથે હાથ ધરવામાં આવી રહી છે..

12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાની લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI-171 ઉડાન ભર્યા બાદ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થઈ હતી.


દુર્ઘટનાસ્થળ પરથી મળેલા 22,000થી વધુ અંગત સામાનને ખૂબ કાળજીપૂર્વક સાચવવામાં આવ્યો હતો.


તેમાં આશરે 8000 એવી વસ્તુઓ છે જે ચોક્કસ વ્યક્તિ સાથે ઓળખી શકાય તેવી છે

જ્યારે 14,000 વસ્તુઓ એવી છે જેની માલિકી સીધી રીતે ઓળખી શકાતી નથી


આ માટે પરિવારજનોને ઇમેઇલ દ્વારા ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા છે.

પરિવારજનોને વસ્તુ સ્વીકાર ન કરવાની, અમદાવાદના સુવિધા કેન્દ્રમાંથી રૂબરૂમાં મેળવવાની, કુરિયર દ્વારા મંગાવવાની પસંદગી મળશે

આ પ્રક્રિયા 5 જાન્યુ.થી શરૂ થઈ છે અને ફેબ્રુ.ના મધ્ય સુધી ચાલશે

બિન-સંબંધિત વસ્તુઓ માટે એક ખાસ વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે

જેમાં પીડિતોના પરિવારજનો વસ્તુઓ મેળવવા માટે દાવો પણ કરી શકશે.

17
12 views