logo

Vadodara news: નકલી PSI બની લોકોમાં રોફ જમાવતો શખ્સ પકડાયો, મુદ્દામાલ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

સંસ્કારી નગરી વડોદરામાં પોલીસનો રોફ ઝાડી લોકોને છેતરતા એક નકલી PSIને SOGની ટીમે ઝડપી પાડ્યો છે. તાંદલજા વિસ્તારના અલકબીર બંગલોઝમાં રહેતા મોબિન સોદાગર નામના શખ્સના ઘરે PI એસ.ડી. રાતડા સહિતના કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને આરોપીના મકાનમાંથી નકલી વર્દી, લોગો, કેપ, આઈ-કાર્ડ, સ્ટેમ્પ અને નકલી પિસ્તોલ મળી આવતા અસલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આરોપી મોબિન છેલ્લા 6-7 મહિનાથી આ વિસ્તારમાં રહેતો હતો અને પોલીસ બની લોકો પર ધાક જમાવતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પોલીસ દસ્તાવેજો, પ્રિન્ટર અને નંબર પ્લેટ વગરની બે લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે. હાલ SOG દ્વારા આરોપીની અટકાયત કરી તેની પાછળ અન્ય કોઈ મોટું કૌભાંડ છુપાયેલું છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

0
0 views