logo

ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવટ શરૂ કરશે નવો ટોક શો “The A Game with Asif Silavat”

ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવટ શરૂ કરશે નવો ટોક શો “The A Game with Asif Silavat”

ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવટ દ્વારા તેમના નવા ટોક શો 'The A Game with Asif Silavat' નું ભવ્ય લોન્ચિંગ તથા પ્રેસ મીટ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદના પ્રહલાદનગર સ્થિત Grill Kitchen ખાતે યોજાયો હતો, જેમાં મીડિયા પ્રતિનિધિઓ અને આમંત્રિત મહેમાનોની નોંધપાત્ર હાજરી રહી હતી.

પ્રેસ મીટ દરમિયાન ટોક શોની કલ્પના, ફોર્મેટ અને હેતુ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે ડિનર અને અનૌપચારિક સંવાદનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં મીડિયા સાથે ખુલ્લી અને સકારાત્મક ચર્ચા થઈ હતી.

ટોક શો અંગે વાત કરતાં આસિફ સિલાવટે જણાવ્યું હતું કે “The A Game with Asif Silavat” કોઈ રુટીન કે ટ્રેન્ડ આધારિત શો નહીં હોય. આ ટોક શોમાં સમાજમાં જેમણે થોડુંક પણ કંઈક સકારાત્મક અને પ્રેરણાદાયક કાર્ય કર્યું છે, એવા લોકોને ખાસ રીતે હાઈલાઈટ કરવામાં આવશે. તેમના મતે, દરેક વ્યક્તિની અંદર એક અનકહી કહાની છુપાયેલી હોય છે અને એ કહાનીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ આ શો દ્વારા કરવામાં આવશે.

ફિલ્મ ડિરેક્ટર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂકેલા આસિફ સિલાવટ ભૂતકાળમાં પણ અનેક ટોક શો અને કન્ટેન્ટ આધારિત પ્રોજેક્ટ્સનું સફળ ડિરેક્ટિંગ કર્યું છે. લાંબા સમયથી કન્ટેન્ટ અને ક્રિએટિવ ક્ષેત્રમાં સક્રિય રહીને કાર્ય કર્યા બાદ હવે તેઓ પોતાનો સ્વતંત્ર ટોક શો લઈને આવી રહ્યા છે.

આ 'ટોક શો'ની સૌથી મોટી ખાસિયત વિશે આસિફે જણાવ્યું કે અહીં સામાન્ય અને વારંવાર પૂછાતા બોરિંગ પ્રશ્નો — જેમ કે “તમારી જર્ની કેવી રીતે શરૂ થઈ?” અથવા “તમારું સૌથી મોટું અચિવમેન્ટ શું છે?” — પૂછવામાં નહીં આવે. આવા પ્રશ્નો લોકો પહેલેથી જ અનેક શોમાં સાંભળી ચૂક્યા છે. 'The A Game with Asif Silavat' માં એવી નવી અને અનોખી વાતો કરવામાં આવશે, જે વિશે લોકો અત્યાર સુધી અજાણ છે. વિવાદ ઊભો કરીને માત્ર વ્યૂઝ મેળવવાનો પ્રયાસ નહીં કરવામાં આવે, પરંતુ સંપૂર્ણ રીતે ક્વોલિટી કન્ટેન્ટ અને અર્થસભર સંવાદ પર ભાર મૂકવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન હાજર મહેમાનો માટે સરસ સ્વાદીષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશ જીવરાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર મેનેજમેન્ટ ટાફ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવ્યું હતું.

આ ટોક શોના પ્રોડ્યુસર આસિફ સિલાવટ અને વૈભવ વ્યાસ છે. શો ડિરેક્ટ કરી રહ્યા છે વૈભવ વ્યાસ. આ ટોક શો RHSG Productions & VAV Filmsના બેનર હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. આ ટોક શોના Fashion Partner તરીકે Necked Jeans જોડાયા છે, જ્યારે Location Partner તરીકે IRA સહયોગ આપી રહ્યું છે.

આ નવા ટોક શોને લઈને મીડિયા અને આમંત્રિત મહેમાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ટૂંક સમયમાં “The A Game with Asif Silavat” દર્શકો માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાનો છે.

0
519 views