logo

સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત ઝોનમાં માર્કેટ વિસ્તારમાં ચાલી રહેલી વેરા વસુલાત ઝુંબેશ.

સાઉથ ઇસ્ટ ઝોન(લિંબાયત)ના ડે.મ્યુ.કમિશ્નર નિલેશભાઇ એચ.પટેલની સુચના મુજબ આસી.કમિશ્નર દિપક એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આકારણી અધિકારી એ.વી. જગતાપ અને આકારણી વસુલાત વિભાગના સ્ટાફ દ્વારા તા.૧૯/૦૧/ર૦ર૬ના રોજ સુરત ટેક્ષટાઈલ્સ માર્કેટ, સિલ્ક સીટી માર્કેટ, અનુપમ માર્કેટ, અભિષેક માર્કેટ, મીલેનીયમ માર્કેટ, રાધે માર્કેટ, સાગર માર્કેટ, ગણેશ માર્કેટ તથા અન્ય માર્કેટોમાં આવેલ કોર્મર્શિયલ મિલકતોમાં વેરા વસુલાતની કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવતા લાંબા સમયથી વેરો ભરપાઇ ન કરતા કરદાતાઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં પાછલી બાકી ધરાવતી મિલ્કતોને ટાંચમાં લઇ સીલ કરવામાં આવેલ છે. આથી ઘણાં કરદાતાઓએ સ્થળ પર જ રૂ.૫૧,૧૬,૧૭૧/- રકમની વસુલાત સહિત લિંબાયત ઝોન દ્વારા કુલ રૂ.૧,૫૨,૮૯,૦૦૦/- વસુલાત કરવામાં આવેલ છે. વધુમાં તા.૧૯/૦૧/ર૦ર૬ સુધીમાં લિંબાયત ઝોન દ્વારા કુલ ૩૩૭.૨૧ કરોડ ડિમાન્ડની સામે કુલ ૧૯૮. ૩૨ કરોડ, ૫૮.૮૧% ની વસુલાત કરવામાં આવેલ છે.
વધુમાં આગામી દિવસોમાં પણ સાઉથ ઇસ્ટ ઝોન (લિંબાયત)માં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીયલ તેમજ કોમર્શીયલ વિસ્તારમાં પણ લાંબા સમયથી વેરો ભરપાઇ ન કરતા કરદાતાની મિલ્કતોને ટાંચમાં લઇ સીલીંગની કાર્યવાહી કરવામાં આવનાર છે. તથા રેસીડેન્સ એરીયામાં બાકીદારોની મિલકતોમાં નળ કનેકશન તેમજ ડ્રેનેજ કનેકશન કાપવાની ઝુંબેશ કરવામાં આવનાર છે. આથી જે કરદાતાઓનો મિલ્કત વેરો બાકી છે. તેમણે ઝોન ઓફિસ તથા સીવીક સેન્ટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ જણાવવામાં આવે છે.

0
174 views