અહમદાબાદના એસ.પી. રિંગ રોડ પર હોટેલ હિલોકની બાજુનો કટ બંધ કરતા હલાકી
અહમદાબાદના એસ.પી. રિંગ રોડ પર હોટેલ હિલોકની બાજુનો કટ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રોજિંદા આવન-જાવન કરતી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં આવતો હોવાથી સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.