logo

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનની પદગ્રહણ વિધિ યોજાઈ, સંસ્થા ૩૮માં વર્ષમાં પ્રવેશી

હેડલાઇન
જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનની પદગ્રહણ વિધિ યોજાઈ, સંસ્થા ૩૮માં વર્ષમાં પ્રવેશી
પ્રેસ નોટ:અશોક પટેલ
સચિન (તા. 18/01/2026):
જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ પદગ્રહણ વિધિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં જા. જ્યોતિબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે જા. યતીશભાઈ મોદી.પ્રમુખ ફેડરેશન 3A.(G.W.F)ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જા. અનિલભાઈ (સેન્ટ્રલ કમિટી મેમ્બર – GWF), સ્પેશિયલ કમિટી મેમ્બર જા. કમલેશભાઈ પારેખ સહિત ગ્રુપના અન્ય સભ્યો અને આગેવાનોની વિશેષ હાજરી રહી હતી.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનએ ગૌરવપૂર્વક પોતાની સેવાયાત્રાના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી આ ગ્રુપ સચિન વિસ્તાર તથા આસપાસના ગામોમાં માનવસેવા, સમાજસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં સતત અને અડીખમ રીતે કાર્યરત રહ્યું છે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન માત્ર કાર્યક્રમો સુધી સીમિત રહેતું નથી, પરંતુ જમીન પર ઉતરીને સેવા કરવાની સંસ્કૃતિ તેની ઓળખ બની ગઈ છે. જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન (GWF) સાથે સંકળાયેલું જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન–3A (યુનિટ-1) પોતાના સૂત્ર **“We for Giants, Giants for Nation”**ને ભાષણોમાં નહીં પરંતુ દરેક સેવાકાર્યમાં સાકાર કરી રહ્યું છે.
ગ્રુપ દ્વારા સમયાંતરે ગરીબ અને જરૂરિયાતમંદોને કપડાં, ધાબળાં તથા અનાજનું વિતરણ, મકરસંક્રાંતિ, દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારો વંચિત વર્ગ સાથે ઉજવવા, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય, આરોગ્ય તપાસ તથા રક્તદાન કેમ્પ, તેમજ મહિલા સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ માટે સતત કાર્ય કરવામાં આવે છે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનની સૌથી મોટી તાકાત તેનું નિસ્વાર્થ સેવાભાવ છે. અહીં સેવા કોઈ એક દિવસની કે પ્રસંગ પૂરતી નથી, ન તો કોઈ રાજકીય લાભ કે ફંડિંગ આધારિત છે. દરેક સભ્ય સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને કાર્ય કરે છે. શિસ્તબદ્ધ આયોજન, મજબૂત નેતૃત્વ અને ટીમવર્કના કારણે ગ્રુપે સમાજમાં વિશ્વસનીયતા અને માન પ્રાપ્ત કર્યું છે.
સ્થાપનાથી આજદિન સુધી જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન માત્ર એક સંસ્થા નહીં, પરંતુ માનવતાને પ્રાથમિકતા આપતી સંવેદનાની જીવંત પરંપરા બની છે. જ્યારે વ્યવસ્થાઓ મોડું પડે છે, ત્યારે આવા સેવાભાવી ગ્રુપો આગળ આવી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતા હોય છે અને તે જવાબદારી જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન વર્ષોથી સફળતાપૂર્વક નિભાવી રહ્યું.

50
1891 views